News of Tuesday, 16th December 2025
સ્વજનની તીથીએ મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ દ્વારા શહીદ જવાનના પરિવારને રૂ.1 લાખની સહાય અર્પણ.
ભાજપના મહામંત્રી અને લાખાભાઈના સુપુત્ર ભુપતભાઈ જારીયાએ ગણેશભાઈના પિતાશ્રી મનસુખભાઈ પરમારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને પૂર્વ પાલિકા પ્રમુખ લાખાભાઇ જારીયાના ધર્મપત્ની સ્વ.પુરીબેન જારીયાની 11મી માસિક પુણ્યતિથિએ મોરબી લાખાભાઈ મગનભાઈ જારીયા પરિવાર તરફથી મોરબીના શહીદ જવાનના પરિવારને રૂ.1 લાખનું આર્થિક યોગદાન આપવામાં આવ્યું હતુ. શહેર ભાજપના મહામંત્રી અને લાખાભાઈના સુપુત્ર ભુપતભાઈ જારીયાએ ગણેશભાઈના પિતાશ્રી મનસુખભાઈ પરમારને રૂબરૂ મળી સાંત્વના પાઠવી આ આર્થિક સહયોગ અર્પણ કર્યો હતો. આ તકે ભાવેશભાઈ કંજારીયા સહીત અગ્રણીઓ સાથે રહ્યા હતા.
(10:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
