<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

મોરબીમાં વિવિધ નિદાન, સારવાર માટેના કેમ્પનું તા 21 ના રોજ નીઃ શુલ્ક આયોજન.: ડો. હસ્તીબેનના 200 કેમ્પ પૂર્ણ થશે.

ઇસીજી, બ્લડસુગર,બીપી ચેક કરી,તેમજ ઉંચાઈ અને વજન કરી આપશે .દર્દી આવે ત્યારે જૂની ફાઇલ લાવવી જરૂરી

( પ્રવિણ વ્યાસ દ્વારા )  મોરબીના ધન્વંતરિ ભવન, કાયાજી પ્લોટ 3, મોરબી ખાતે તા. 21 ને રવિવારના રોજ દિવંગત સર્વે શ્રી ઇન્દુલાલ એચ.મહેતા પરિવાર દ્વારા પિતાશ્રી ઈન્દુભાઈ,માતુશ્રી જયેન્દ્રબાળાબેન, ફૈબાશ્રી વિદ્યાબેનની પુનિત યાદમાં ડો. હસ્તલેખાબેન મહેતા (હસ્તીબેન)  ના એક દિવસીય ૨૦૦ મા કેમ્પ નું આયોજન કરવામાં આવ્યુ છે. આ કેમ્પમાં વિવિધ પ્રકારના નિદાન અને સારવારનું આયોજન છે . જેમાં કાંસ્ય થેરાપી સારવારથી શરીરમાં રહેલ ઝેરી તત્વો દૂર થાય છે.વિવિધ રોગ જેમકે વાઢિયા ,એસિડિટી ,સાંધાના,પગના દુખાવા,સ્ટ્રેસ , એન્ઝાઈટી,ડિપ્રેશન જેવી બીમારીમાં રાહત થાય છે. ઝેરી તત્વો નીકળી ને કાળાશ રૂપે બહાર આવે છે.

રાજકોટ ની વિખ્યાત સ્ટર્લિંગ હોસ્પિટલ દ્વારા ઇસીજી, બ્લડસુગર,બીપી ચેક કરી,તેમજ ઉંચાઈ અને વજન કરી આપશે .દર્દી આવે ત્યારે જૂની ફાઇલ લાવવી જરૂરી છે.
સુવિખ્યાત શશિકાંત મહારાજ ના પૌત્ર ભરતભાઈ વ્યાસ દ્વારા આયુર્વેદિક પ્રાચીન જાલંધર પધ્ધતિ કે જેમાં ઇન્જેક્શન કે દવા વગર માત્ર એક પ્રકારના આસનમાં બેસાડી માથાની નસ દબાવીને દુઃખતા, સડેલાં, તૂટેલા , હલતાં દાંત કાઢી આપવામાં આવશે .સાથે દાંત - પેઢાની પણ સારવાર કરશે.
ડૉ.સુરેશભાઈ કાલરીયા દ્વારા આંખ ની પ્રાથમિક નિદાન ને સારવાર આપવામાં આવશે.
કેમ્પનો સમય સવારે : ૯ થી ૧ દરમિયાનનો રહેશે, વહેલા તે પહેલા ના ધોરણે તપાસ કરવામાં આવશે.
વધુ માહિતી માટે મો.નં. પ૯૪૦૯૭૪૪૬૮૦ પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયુ છે

(10:16 PM IST)