News of Tuesday, 16th December 2025
રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં SIR અન્વયે થયેલ કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા બેઠક યોજાઈ
રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવ દ્વારા જિલ્લાના તમામ મતદાર નોંધણી અધિકારીઓ દ્વારા હાથ ધરાયેલ કામગીરીની વિગતો જાણી જરૂરી સૂચનો કરાયાં

જામનગર: કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી કેતન ઠક્કરની ઉપસ્થિતિમાં તમામ ERO,AERO તેમજ Add.AERO સાથે રોલ ઑબ્ઝર્વર અને પ્રભારી સચિવ અનુપમ આનંદે SIR અંતર્ગત જિલ્લામાં થયેલી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
રોલ ઓબ્ઝર્વેરએ સમીક્ષા બેઠક દરમિયાન ચૂંટણીલક્ષી કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે મહત્ત્વપૂર્ણ માર્ગદર્શન આપ્યું હતું. તેમણે સંબંધિત અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું કે મેપિંગની કામગીરી વધુમાં વધુ થાય તેવું આયોજન કરવું, બૂથ લેવલ ઓફિસર્સ BLOને SIR અંતર્ગત આગામી સમયમાં કરવાની થતી કામગીરી બાબતે તાલીમ આપવી અને તમામ કામગીરી ચોકસાઈપૂર્વક અને નિયત સમય મર્યાદામાં પૂર્ણ થાય તે રીતે સુચારુ આયોજન કરવા માટે સૂચના આપવામાં આવી. નવા મતદારોના ફોર્મ નંબર 6 સત્વરે મેળવે અને તે સંદર્ભે વિશેષ કેમ્પ કરવા પણ સુચના આપવામાં આવી.
વધુમાં અનુપમ આનંદે સમયાંતરે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજીને સહકાર સાધવા પણ જણાવ્યું હતું. તેમણે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યો હતો કે જિલ્લાનું ચૂંટણી તંત્ર એ દિશામાં કામગીરી હાથ ધરે કે જેના પરિણામે મતદારયાદી ખરા અર્થમાં ચોકસાઈભરી અને ભૂલરહિત બને.
જામનગર જિલ્લામાં SIR અંતર્ગત થયેલી ઉત્કૃષ્ટ કામગીરીનું નિરીક્ષણ કરીને રોલ ઓબ્ઝર્વર અને પ્રભારી સચિવે થયેલ કામગીરી પ્રત્યે એ સંતોષ વ્યક્ત કર્યો હતો અને થયેલ કામગીરી બદલ જિલ્લા ચૂંટણી તંત્રને અભિનંદન પાઠવ્યા હતા.
(10:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
