તા. ૨૧ ફેબ્રુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ મહાવદ – ૮ શુક્રવાર
News of Tuesday, 16th December 2025
જામનગર જિલ્લામાં SIR અંતર્ગત માન્ય રાજકીય પક્ષો સાથે બેઠક યોજતા પ્રભારી સચિવ અને રોલ ઓબઝર્વર અનુપમ આનંદ
જામનગર જિલ્લામાં SIR અંતર્ગત રોલ ઓબ્ઝર્વેર અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને યોજાયેલ બેઠકમા માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધીઓ દ્વારા રજૂ કરાયેલ વિવિધ સૂચનો અંગે માર્ગદર્શન અપાયું

જામનગર : કલેક્ટર કચેરી ખાતે જામનગરના રોલ ઓબ્ઝર્વર અનુપમ આનંદે SIR અન્વયે જિલ્લાના માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી.
આ બેઠકમાં રોલ ઓબ્ઝર્વરએ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તરફથી એસ.આઈ.આર અંતર્ગત ગણતરીના સમયગાળામાં મળેલા સહકાર અને સકારાત્મક પ્રતિભાવની સરાહના કરી હતી.
અનુપમ આનંદે પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરાયેલા તમામ સૂચનો અને પ્રશ્નોને ધ્યાનપૂર્વક સાંભળ્યા હતા અને તેના અનુસંધાનમાં જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વધુમાં તેમણે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ રોલની પ્રસિદ્ધિ અને હક દાવા વાંધા અરજીઓ રજુ કરવાના સમયગાળા દરમિયાન પૂરતો સહકાર આપવા અપીલ કરી હતી. તેમણે જિલ્લાના મતદાર નોંધણી અધિકારીઓને ખાસ સૂચના આપી હતી કે, ચૂંટણીલક્ષી કામગીરી એવી રીતે હાથ ધરવામાં આવે કે મતદાર બનવા માટે કોઈ લાયક ઉમેદવાર મતદારયાદીમાંથી વંચિત ન રહે.
(10:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
