<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

માળીયા મીંયાણા- બગસરા પાસે કાળ ત્રાટકયોઃ ૭ના મોત

પીપળીયા ચાર રસ્‍તા પાસે પદયાત્રીઓને ટ્રકે હડફેટે લીધાઃ ધાર્મિક કાર્ય અર્થે વડીયાથી જૂનાગઢ જતી કાર ઝાડ સાથે અથડાઇ પડી : બનાસકાંઠાના થરાદથી દ્વારકા પદયાત્રા કરવા જતા ૪ ભાવિકોનો ભોગ લેવાયોઃ જૂનાગઢ અને જાલણસરના ૩ મિત્રોના એકસાથે મોતથી અરેરાટીઃ બન્ને અકસ્‍માતમાં ૨ ગંભીર

ઉપરની પ્રથમ ત્રણ તસ્‍વીરમાં બગસરા પાસે સર્જાયેલ અકસ્‍માતના મૃતકો અને અકસ્‍માતગ્રસ્‍ત કાર નજરે પડે છે. નીચેની તસ્‍વીરોમાં માળીાયા મિંયાણા પાસે સર્જાયેલ અકસ્‍માતના મૃતકો તથા ઘટના સ્‍થળ નજરે પડે છે. (તસ્‍વીર- અહેવાલઃ પ્રવિણ વ્‍યાસ (મોરબી), જયેશ ભટ્ટાસણા (ટંકારા), સમીર વિરાણી (બગસરા).

(પ્રવિણ વ્‍યાસ- જયેશ ભટ્ટાસણા- સમીર વિરાણી દ્વારા) મોરબી- ટંકારા-બગસરા તા.૧૭: આજે સોૈરાષ્‍ટ્રમાં ર અકસ્‍માતમાં ૭ વ્‍યકિતઓના મોત થતા અરેરાટી વ્‍યાપી ગઇ છે. મોરબી જીલ્લાના માળીયા મિંયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્‍તા પાસે બનાસકાંઠાના થરાદથી દ્વારકા જતા પદયાત્રીકોએ ટ્રકે હડફેટે લેતા ૪ પદયાત્રીકોના ઘટનાસ્‍થળે મોત થયા હતા. જયારે ૧ ને ગંભીર ઇજા થઇ છે.

બીજા બનાવમાં અમરેલી જીલ્લાના બગસરાના ડેરી પીપળીયાના પાટીયા પાસે કાર ઝાડ સાથે અથડાતા વડિયાથી ધાર્મિક કાર્ય માટે આવેલા જુનાગઢના ૩ મિત્રોના મોત થયા હતા. જયારે એકને ગંભીર ઇજા પહોંચી છે.

માળીયા મિયાણા

માળિયા મિયાણાના પીપળીયા ચાર રસ્‍તા નજીક આજે વહેલી સવારે પદયાત્રીકોને એક ટ્રકે હડફેટે લેતા ગમખ્‍વાર અકસ્‍માત સર્જાયો છે. જેમાં ૪ પદયાત્રીકોના ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યા છે. જ્‍યારે એક પદયાત્રીકને ઈજા પહોંચતા સારવાર માટે મોરબી ખસેડાયો હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ માળિયા મિયાણાના પીપળીયા જવાના રસ્‍તા નજીક શિવમ હોટલ પાસે આજે વહેલી સવારે એક ટ્રક ચાલકે બનાસકાંઠાના થરાદ તરફથી દ્વારકા તરફ જઈ રહેલા પદયાત્રીકોને હડફેટે લીધા હતા. જેમાં ઘટના સ્‍થળે જ ૪ પદયાત્રીકોના મળત્‍યુ થયા હતા. વધુમાં આ ગમખ્‍વાર અકસ્‍માતમાં એક વ્‍યક્‍તિને ઈજા પહોંચતા તેને મોરબી હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા છે. ઘટનાની જાણ થતાં જ ૧૦૮ ત્‍યાં દોડી ગઈ હતી.

બનાવને પગલે માળિયા પોલીસ ટીમ દોડી ગઈ છે અને હીટ એન્‍ડ રનના બનાવની તપાસ ચલાવી છે તો મળતકોના મળતદેહ મોરબી સિવિલ હોસ્‍પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્‍યા છે દ્વારકા દર્શને જતા પદયાત્રીઓના કરુણ મોતથી પંથકમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે તો પોલીસે ફરાર વાહન ચાલકને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

બગસરા

જૂનાગઢના ૪ મિત્રો વડિયા ખાતે ધાર્મિક કાર્ય અર્થે આવેલ હતા. ત્‍યારબાદ રાત્રી સમય દરમિયાન પોતાની ટાટા નેક્‍સન કાર લઈને પરત ફરી રહેલ હતા. ત્‍યારે આશરે રાત્રીના ૨ થી ૨.૩૦ દરમિયાન પોતાના ગામ જૂનાગઢ તરફ પરત ફરી રહ્યા હતા. એવા સમય દરમિયાન બગસરાના હડાળા રોડ ઉપર આવેલ ડેરી પીપરીયાના પાટિયા નજીક પોતાની કાર પરના સ્‍ટેરીંગનો કાબુ ગુમાવી જતા પોતાની કાર ધડાકા ભેર એક મહાકાય વળક્ષ સાથે અથડાતા ઘટના સ્‍થળે ૩ વ્‍યક્‍તિના મોત થયાં હતા. જેમાં વિકાશભાઈ સવજીભાઈ સાવલિયા ઉંમર વર્ષ ૩૮ રહે જૂનાગઢ, મંથનભાઈ રમેશભાઈ સાવલિયા ઉંમર વર્ષ ૨૬ રહે જલણસર તેમજ ધર્મેશભાઈ બાવનજીભાઈ સાવલિયા ઉંમર વર્ષ ૨૭ રહે જાલણસર તેમજ અન્‍ય તેમના મિત્ર વિકાશભાઈ પરમાર રહે બાટવાદેવળી જેને ગંભીર ઇજા પહોંચેલી છે.ત્‍યારે પ્રથમ બગસરા ત્‍યાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ ખાતે ખસેડવામાં આવ્‍યા છે. જયારે આ ઘટનાની જાણ ત્‍યાંથી પસાર થતા રાહદારીઓ દ્વારા પોલિશ તેમજ ૧૦૮ ને કરવામાં આવી હતી ત્‍યારે પોલિશ તેમજ ૧૦૮ રાત્રી દરમિયાન જ ઘટના સ્‍થળે આવી પહોંચેલી હતી.( તસ્‍વીર સમીર વીરાણી, બગસરા)

 

(11:10 AM IST)