<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવતઃ સોરઠમાં ધુમ્મસઃ નલીયા ૧૦.૪ ડીગ્રી

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર વધુઃ જો કે બપોરે ઉનાળા જેવુ હવામાન

રાજકોટ તા. ૧૭: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડક યથાવત છે. આજે સોરઠમાં ધુમ્મસ છવાયું છે. નલીયામાં ૧૦.૪ ડિગ્રી રાજકોટમાં ૧૪ અમરેલીમાં ૧ર.૬ જામનગરમાં ૧૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડક સાથે શિયાળાની અસર વર્તાય છે. જયારે બપોરે ઉનાળાની અસર અનુભવવાય છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢઃગિરનાર અને જૂનાગઢમાં આજે સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું. જેની સાથે સાથે તાપમાનમાં પણ વધારો થયો હતો પરંતુ વાતાવરણમાં ભેજને લઈને સવારે ટાઢોડું છવાઈ ગયું હતું

ગઈકાલે જુનાગઢ ખાતે સવારનું લઘુત્તમ તાપમાન ૧૩.૪ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને હવામાં ભેજનું પ્રમાણ ૮૦% થઈ જતા સવારે ધુમ્મસ છવાઈ ગયું હતું અને લઘુતમ તાપમાનનો પારો ઉપર ચડીને ૧૩.૯ ડિગ્રીએ સ્થિર થયો હતો.

ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાન ૮.૯ ડિગ્રી રહ્યું હતું પરંતુ ધુમ્મસના આક્રમણથી પર્વતીય વિસ્તારમાં તીવ્ર ઠંડી અનુભવાય હતી. સવારે પવનની પ્રતિ કલાકની ઝડપ વધીને ૨.૮ કિલોમીટરએ પહોંચી ગઈ હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્દ્ર, જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લઘુતમ તાપમાન-૧૬સે., મહત્તમ તાપમાન-૩૦ સે. ભેજનું પ્રમાણ ૬૬% પવનની ગતિ ૬.૩ કિ.મી. રહી છે.

(11:26 AM IST)