<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ચોટીલા નજીક રોડનું કામ કરી રહેલા જીવાભાઇનું ડમ્‍પરની ઠોકરે મોત

મુળ રાજસ્‍થાનના પ્રોૈઢ હાલ સાયલાના વખતપુરમાં રહેતાં હતાં: રાજકોટમાં સારવારમાં મૃત્‍યુ નિપજતાં પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૭: ચોટીલા નજીક રાજકોટ-અમદાવાદ હાઇવે પર રોડના કામની સાઇટ પર કામ કરી રહેલા મુળ રાજસ્‍થાનના અને હાલ સાયલાના વખતપુર ગામે રહેતાં જીવાભાઇ દીતાભાઇ ખરાડી (ઉ.વ.૫૫)નું  ડમ્‍પરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થવાથી મોત થતાં મજૂર પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જીવાભાઇ ખરાડી ગઇકાલે ચોટીલા પાસે રાજકોટ-અમદાવાદનું રોડનું કામ ચાલુ હોઇ ત્‍યાં મજૂરી કરી રહ્યા હતાં. આ વખતે એક ડમ્‍પરની ઠોકરે ચડી જતાં ગંભીર ઇજા થતાં ચોટીલા સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનું મોત નીપજ્‍યું હતું. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ચોટીલા પોલીસને જાણ કરી હતી. મૃતક ત્રણ ભાઇમાં મોટા હતાં. સંતાનમાં ત્રણ દિકરા અને બે દિકરી છે.

(11:34 AM IST)