News of Wednesday, 17th December 2025
ગોંડલ કોર્ટ દ્વારા વિવાદીત વારસાગત ખેતીની જમીનનું હસ્તાંતર કરવા અંગે સ્ટે
ગોંડલ દ્વારા રેગ્યુલર દીવાની દાવામાં અરજદાર રશસીલાબેન ભૂવા તથા અન્ય બહેનો ના હિતમાં મહત્વપૂર્ણ આદેશ પસાર કરવામાં આવ્યો છે.

આ બનાવની વિગત એવી છે કે હાલ ગોંડલ તાલુકા તથા રાજકોટ તેમજ સુરત શહેર ના વતની રસિલાબેન, હંસાબેન, ગીતાબેન, ચંદ્રિકાબેન, મનીષાબેન કે જેઓ પોપોટભાઈ ભૂવા ની પુત્રીઓ છે તેમના પિતા પોપટભાઈ ના અવસાન બાદ તેમના ભાઈઓ એ વારસાઈ ખેતી ની જમીન કે જે ગોંડલ-૩ ના રે. સ. નં. ૪૬૫/૧ (હે. આ. ચો. મી.૧-૯૪-૨૫) તથા ગુંદાળાગામ ના રે. સ. નં.૧૨૪/૨ (હે. આ. ચો. મી.૨-૮૧-૨૬) માં આવેલ છે તે જમીન નો બહેનો નો કાયદેસર નો ભાગ ચૂકવી આપશે તેવું જણાવી બહેનો ને તા.૧૮-૬-૨૦૨૪ ના રોજ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે લઈ જઇ અને તમામ બહેનો પાસેથી હક્ક જતો કરવાની ફારગતી દસ્તાવેજ રજિસ્ટર કરવી લીધેલ અને સહી સિક્કા થઈ જશે એટલે ઘરે જઈ બહેનોને તેઓના ભાગ ની રકમ આપી દેશે તેવું જણાવેલ અને બધીજ બહેનો એ હક્ક જતો કરવાના રજિસ્ટર દસ્તાવેજ માં સહીઓ કરી આપેલ ત્યાર બાદ બહેનો ને ભાગ ની રકમ ચૂકવેલ નહીં અને બહેનો સાથે છેતર પિંડી કરેલ.
ઉપરોક્ત બનાવ બાદ બહેનોએ તેમના વકીલ શ્રી સંજય પંડિત મારફત ગોંડલ સિવિલ કોર્ટ માં મનાઈ હુકમ તેમજ વારસાગત ખેતી ની જમીન માં પોતાનો કાયદેસર નો હક્ક હિસ્સો મેળવવા દાવો દાખલ કરેલ જે દાવા માં ગોંડલ સિવિલ કોર્ટે ૦૩ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ આપેલા વિગતવાર અને કારણસભર આદેશ દ્વારા પ્રતિવાદીઓને વિવાદિત મિલકત વેચાણ, દાન, ગીરો, હસ્તાંતરણ કે કોઈપણ પ્રકારના તળતીય પક્ષ હક સર્જવાથી અંતિમ ચુકાદા સુધી રોક લગાવી છે.
કોર્ટએ નોંધ્યું કે વિવાદિત મિલકત વરસાઈ છે અને તમામ પક્ષકારોને તેમાં સમાન હક પ્રાપ્ત છે.
કોર્ટે અંતિમ નિર્ણય સુધી પ્રતિવાદીઓ તથા તેમના એજન્ટો અથવા પ્રતિનિધિઓને વિવાદિત મિલકત અંગે કોઈપણ પ્રકારનું હસ્તાંતરણ અથવા બોજો સર્જવાની મનાઈ ફરમાવવામાં આવી છે.
આ કેસ માં વાદી બહેનો વતી પંડિત એશોસીએટ ની ટીમ દિનેશ પાતર, બીનીતા પટેલ, કલ્પેશ મોરી, અરુણ સિંઘલ, જીજ્ઞનેશ પંડિયા વિગેરે રોકાયેલ હતા.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
