News of Wednesday, 17th December 2025
આટકોટ-પાંચવડા રોડ ઉપર આવેલા અંબાજી મંદિર પાસે બ્રીજ બનાવવા રૂ. ૭૫૦ લાખ મંજુર
કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી જસદણ-વીછીંયા પંથકમાં વણથંભી વિકાસની યાત્રા : કુંવરજીભાઈ બાવળીયાએ મુખ્યમંત્રીનો આભાર માન્યો

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા.૧૭: જસદણ તાલુકાનાં આટકોટ પાસે આવેલા ઐતિહાસિક અંબાજી મંદિર પાસે પુલ બનાવવાની લાંબા સમયથી માંગણી હતી જેના માટે જસદણના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના પ્રયાસોથી રાજ્ય સરકારે ૭૫૦ લાખ મંજુર કરતા પંથકમાં ખુશી છવાઈ ગઈ છે.
આટકોટ-પાંચવડા રોડથી અંબાજી મંદિર રોડ જવા માટે હાલ બેઠો પુલ (કોઝવે)આવેલ છે, આટકોટ એ સ્ટેટ હાઈવે પરનું ગામ છે આટકોટ ખાતે આવેલ અંબાજીમાંના મંદિરે મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આટકોટના સ્વ.નાયબ મામલતદાર અરજણભાઈ હિરપરાના અને હાલ તેમના પુત્ર મનસુખભાઇ હિરપરાના અથાક પ્રયાસોથી મંદિર એક પ્રવાસન સ્થળ તરીકે વિકાસ પામેલ છે જેથી ઓ કોઝવે પર બ્રીજ બનાવવા લાંબો સમયથી અંબાજી મંડળના મનસુખભાઇ હિરપરા,ગ્રામજનો અને અંબાજી મંડળની માંગણી હતી.
આ માંગણીને ધ્યાને લઈ આ વિસ્તારના કર્મઠ ધારાસભ્ય અને રાજય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ મુખ્યમંત્રીના બ્રીજની રજુઆત કરતા મુખ્યમંત્રીએ તેઓએ આ કોઝવેની જગ્યાએ નવો બ્રીજ બનાવવા રૂા. ૭૫૦ લાખ મંજૂર કરી દેતા પંથકમા હર્ષની લાઞણી છવાઈ ગઈ છે.આ બ્રીજ બનતા સાણથલી, પાંચવડા વિસ્તારના લોકોને અંબાજી મંદિરે આવવાની સુવિધા ઉપલબ્ધ થશે તેમજ આટકોટ નેશનલ હાઈવેથી ગામમાંથી પસાર થવાના રસ્તાનો ટ્રાફીક પણ ઘટી જશે. આ બ્રીજ બનશે પછી આ વિસ્તારના ૨૪ જેટલા ગામોને તેનો સીધો લાભ મળશે અને સમય અને ખર્ચનો પણ બચાવ થશે તેમજ આટકોટના નવા વિકસીત વિસ્તારનો વિકાસ થશે, બાયપાસ રસ્તો મળશે, હોસ્પિટલ જવા, રાજકોટ જવાનો રસ્તો સીધો અને સરળ બનશે.
આ બ્રીજ મંજૂર થતાં આટકોટના ગ્રામજનો,માં અંબાજીના ભકતજનો, શ્રધ્ધાળુઓ,,મનસુખભાઇ હિરપરા અને અંબાજી મંડળ સહિતનાઓએ આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનેલ છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
