<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

મીઠાપુરના ચાવડા પરિવારની દીકરીએ ગૌરવ વધાર્યુ

મીઠાપુર :.. વર્ષોથી  મીઠાપુરમાં રહેતા હાલ (જામનગર)ના સ્‍વ. ભરતભાઈ ગાંગાભાઈ ચાવડાની સુપુત્રી મિતલબેન  ખંભાળિયા મુકામે પોલીસ અધિક્ષકની કચેરીમાં કોમ્‍પ્‍યુટર શાખામાં કોન્‍સ્‍ટેબલની જોબ કરે છે તેમણે ઈ-ગુજકોપ પ્રોજેક્‍ટ અંતર્ગત પોલીસ સ્‍ટેશન લેવલની તમામ એન્‍ટ્રીઓ સમય મર્યાદામાં પૂર્ણ કરી  પોલીસ મહાન નિરીક્ષક રાજકોટ વિભાગના શ્રીઅશોક કુમાર સાહેબ તેમજ પોલીસ અધિક્ષક  જયરાજસિંહ વાળા હસ્‍તે સન્‍માનિત કરવામાં આવ્‍યા તે બદલ ચાવડા પરિવાર અને મીઠાપુરવાસીઓ હર્ષની લાગણી અનુભવે છે. (તસ્‍વીર અહેવાલ દિવ્‍યેશ જટણીયા મીઠાપુર)

(11:38 AM IST)