News of Wednesday, 17th December 2025
શાપુર સરાડીયા વાયા કુતિયાણા વાંસજાલીયા ટ્રેન મામલે પોરબંદર ખાતે
કેન્દ્રીય મંત્રીને વહેલી તકે કામ શરૂ કરવા રજૂઆત દિલ્હી આવવાની જરૂર નથીઃ ડો.મનસુખ માંડવીયા

જૂનાગઢ, તા.૧૭: પોરબંદર ખાતે સાંસદ ખેલ મહોત્સવના શુભારંભ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાના હસ્તે સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વોઈસ ઓફ સોરઠના કન્વીનર રાકેશ લખલાણીએ શાપુર સરાડીયા જૂની ટ્રેનને શરુ કરવા સરાડીયાથી આગળ ૩૪ કિલોમીટર વાંસજાલીયા સાથે રેલ્વે લાઈનને પોરબંદર સાથે જોડી દેવાની જાહેરાતના પગલે સાંસદ ડો.મનસુખ માંડવીયાના સકારાત્મક પ્રયાસોથી રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ વિસ્તારના સર્વાંગી વિકાસ માટે આ ટ્રેન જરૂરી હોવાનું ગણાવી ગત તા.૩ ઓગસ્ટ ૨૦૨૫ ના ભાવનગર ખાતે અયોધ્યાની નવી ટ્રેનને લીલી ઝંડી આપવા આવેલા રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે આ શાપુર સરાડીયાની ટ્રેનને સરાડીયાથી વાંસજાલીયા અને પોરબંદર સાથે કનેક્ટ કરવાની જાહેરાત કર્યા બાદ ગત ઓગસ્ટ મહિનામાં આ લાઈનનું સર્વે પણ કરવામાં આવ્યો છે. હાલ આ ફાઈલ રેલ્વે બોર્ડ પહોંચી ગયેલ હોય તે અંગે રૂબરૂ મનસુખભાઈને લેખિત બુકલેટ દ્વારા રજૂઆત કરી દિલ્હી આવવાનો સમય માંગતા ડો.માંડવીયાએ દિલ્હી આવવાની હાલ જરૂરત નથી, કહી વાંસજાલીયા ટ્રેનને મંજુરી આપવાનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, હું જે બોલું છુ તે કરી બતાવું છુ.
હું વાતો નથી કરતો, ઘેડ પંથકની આઝાદી પૂર્વેથી ભારે પૂરના હોનારતમાં ઘેડ પંથકની જમીનમાં ધોવાણ થતું હોય જેના કાયમી ઉકેલ માટે કરોડો રૂપિયાનું પેકેજ મંજુર કરાવી ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. ઉપરાંત પોરબંદર એરપોર્ટ ફરી ધમધમતું કરી પ્લેન સેવા શરુ કરી છે. પોરબંદરમાં નવા ઉદ્યોગો લાવવા વેપારી મંડળ દિલ્હી આવેલ તે માટે નવા ઉધોયો અહીં આવશે, પોરબંદરને ૧૧૨ કરોડના ખર્ચે ખેલ સંકલન નવું બનાવવામાં આવશે. ઉપરાંત પોરબંદર વાયા જેતલસર નવી બે ટ્રેનની જાહેરાત બાદ થોડા દિવસો પહેલા શરુ કરવામાં આવી છે. તેવી રીતે શાપુર સરાડીયા વાસજલીયા ટ્રેન શરુ થાય તે માટે સતત ચિંતીત છુ અને ટૂંક વર્ષોમાં આ ભેટ આ વિસ્તારને મળશે તેવી ખાતરી આપી હતી.
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
