તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Wednesday, 17th December 2025
ગિરનાર અભ્યારણ્યનાં બોર્ડર પરના ગામોમાં સિંહ, દીપડા ઉપરાંત વન્યપ્રાણીઓની ઘણી પ્રજાતિઓ

જુનાગઢ : ગિરનાર અભ્યારણ્ય સિંહ તથા દીપડાનુ કુદરતી નિવાસસ્થાન છે.આ વન્યપ્રાણીઓ શિકાર ની શોધ મા ઘણી વખત જંગલ ની બહાર નીકળી જતા હોય છે, તે વખતે માનવ-વન્યઙ્ઘાણી ઘર્ષણ થવાની શકયતાઓ રહેલી છે. માનવ-વન્યપ્રાણી ઘર્ષણ નિવારવા તથા ગિરનાર અભ્યારણ્ય અને ઈકોસેંસ્ટીવ જોન મા પ્લાસ્ટિક ઉપયોગ ન કરવા બાબતે આ વખતે ઈકોસેંસ્ટીવ જોન વિસ્તાર મા જુનાગઢ વન વિભાગ દ્વારા પાતાપુર, પ્લાસવા, માંડણપરા ચોરવાડી તથા પાદરિયા ગામમાં શાળા ના બાળકો દ્વારા લોક જાગળતિ રેલી કરવામાં આવી. આ રેલીઓમાં આવનાર પેઢી કે જેઓ હાલ અભ્યાસ કરી રહી છે અને આવતીકાલનું ભવિષ્ય છે તેના દ્વારા આવી રેલીયો કરાવવામાં આવી રહી છે જેથી આવનારી પેઢી પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવી રમણીય ગિરનાર તથા સિંહ,દીપડા,ગીધ જેવા વન્યઙ્ઘાણી પક્ષીઓનુ રક્ષણ કરવા માટે જાગળત થાય અને આ આવનારી પેઢીમાંથી પ્રેરણા મળી રહે અને આપની આવનારી પેઢી માટે આ કુદરતી મળેલો આ અનમોલ વારસો નવી પેઢી માણી અને કુદરતી વ્યવસ્થા જળવાય રહે તે માટે વનવિભાગને સહયોગ આપવાની અપીલ કરવામા આવી
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
