<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

નશો કરવા વપરાતા પેપર અને રોલના વેચાણ પર પ્રતિબંધના પગલે જૂનાગઢમાં ચેકિંગ

રાત્રે દુકાને દુકાને સઘન તપાસ કરવામાં આવી

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૭ : ગાંજો, ડ્રગ્‍સ કે અન્‍ય નસીલા પદાર્થોનું સિગારેટની માફક સેવન કરવા માટે સ્‍મોકિંગ પોર્ન અને રોલિંગ પેપરના વેચાણ પર ગુજરાત સરકારે ગઈકાલે જાહેરનામું બહાર પાડીને પ્રતિબંધ જાહેર કર્યો હતો. તેના અનુસંધાને ગઈકાલે રાત્રે જુનાગઢ શહેર અને જિલ્લામાં દુકાને દુકાને પોલીસ દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવ્‍યું હતું.

રાજ્‍યના ગળહ વિભાગે કેટલાક યુવાઓ દ્વારા કરવામાં આવતા નશા ને રોકવા માટે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્‍મોકિંગ કોન અને પરફેક્‍ટ રોલ જેવી વસ્‍તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ, હેરાફેરી પર તાત્‍કાલિક અસરથી પ્રતિબંધ ફરમાવવું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે તેના અનુસંધાને ગઈકાલે રાત્રે એસપી સુબોધ ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી હિતેશ ધાંધલ્‍યા, રવિરાજસિંહ પરમારના માર્ગદર્શનમાં જુનાગઢ શહેરમાં એ, બી, સી ડિવિઝન, તાલુકા પોલીસ, એસઓજી, એલસીબી દુકાને દુકાને સઘન તપાસ કરવામાં આવી હતી.

આ કાર્યવાહી દરમિયાન જુનાગઢમાંથી ચાર જગ્‍યાએથી રૂપિયા ૨,૭૬૦નો અને કોથળીમાંથી બે જગ્‍યાએથી રૂપિયા ૩૦૦૦નો પ્રતતિબંધિત રોલીંગ પેપર, સ્‍મોકીંગ કોન સહિતનો મુદ્દામાલ કબજે કરી ૬ શખ્‍સ સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરવામાં આવી હતી.

(1:26 PM IST)