<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

જામનગરમાં બે શખ્‍સોએ એકાઉન્‍ટ ભાડે આપી ગેરકાયદે ચોરીના નાણાની લેતી-દેતી કરતા ફરીયાદ

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૭ : અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મયુરસિંહ જગદીશસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.ર૩-પ-ર૦રપ થી તા.પ-૬-ર૦રપ દરમ્‍યાન એચ.ડી.એફ.સી.બેંક સમર્પણ સર્કલ શાખામાં આરોપી ભાવીકભાઈ અરશીભાઈ ડેરે આરોપી પ્રવિણ ભોજાભાઈ નંદાણીયાને પોતાનું બેંક ખાતુ ઉપયોગ કરવા આપી અને કમીશન મેળવી તથા આરોપી પ્રવિણભાઈ ભોજાભાઈ નંદાણીયા એ લોકો સાથે ઈન્‍ટરનેટના માઘ્‍યમથી ઠગાઈ કરવા ગેરકાયદેસરના નાણા ની હેરફેર કરવાના ઈરાદાથી આરોપી ભાવીકભાઈ અરશીભાઈ ડેરના બેંક ખાતામાં  રૂ.રર,ર૭,૯૮૧ /- નખાવી ખાતા માંથી ચેક તથા એટીએમ દ્વારા ઉપાડી લઈ સગેવગે કરી લઈ આરોપીઓએ એકબીજાની મદદગારી કરી પોતાના અંગત ફાયદા સારૂ ઉપયોગ કરી લઈ અનઓથોરાઈઝડ ટ્રાન્‍ઝેકશન પોતાના બેક એકાઉન્‍ટમાં કરાવડાવી એ ચોરી  ના માલ વાળા ગેરકાયદેસર નાણાને સગેવગે લેયરીંગ ટ્રાન્‍સફર કરી ચોરી ના માલની હેરફેર નો ગુનો કરેલ છે.

દારૂની સાથે ઝડપાયો

જામનગર :અહીં સીટી એ ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. કિશોરભાઈ ભુટાભાઈ ગાગીયા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૧ર-ર૦રપના ખંભાળીયા નાકે, લેટેસ્‍ટ પાન પાસેથી જાહેર રોડ પર આરોપી લેખરાજ ભગવાનદાસ કાલવાણી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની ઈંગ્‍લીશ દારૂની બોટલ નંગ-૬, કિંમત રૂ.૬૦૦/- ની રાખી રેઈડ દરમ્‍યાન ઝડપાઈ ગયેલ છે.

અજાણ્‍યા શખ્‍સોએ વકીલ પર લુંટ ચલાવી

જામનગર :અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં ગૌતમભાઈ કેશવભાઈ કારેણા, ઉ.વ.૩ર, ધંધો : વકીલાત, રે. જય બિલનાથ, માધવ એવન્‍યુ, ધ્રાબા ફાટક પાસે, જામજોધપુરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૧ર-ર૦રપના  ફરીયાદી ગૌતમભાઈ પોતાનું મોટરસાયકલ જેના ર.જી.નં.જી.જે.૦૩-એલ.સી.૮૧પ૮ નું લઈ જી.પી.એસ.ની મદદથી સમર્પણ હોસ્‍પિટલ તરફ જતા હતા ત્‍યારે વિશાલ હોટલ પાસે આરોપીઓ નંબર પ્‍લેટ વગરની બ્‍લુ કલરનું અકટીવામાં ડબલ સવારીમાં આવેલ બે અજાણ્‍યા વ્‍યકિતઓ એ રોકી ગાળો બોલી ધાકધમકી કરી ગળુ પકડી હાથથી મુઢમાર મારી બળજબરીથી કયુઆર કોડ દ્વારા ઓનલાઈન રૂ.૧૦,૦૦૦/- ટ્રાન્‍સફર કરાવી તથા જરૂરી ડોકયુમેન્‍ટ પડાવી લઈ નાશી જઈ ગુનો કરેલ છે.

મારી નાખવાની ધમકી

જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં નફીસાબેન ઈબ્રાહીમભાઈ દાઉદભાઈ માકોડા, ઉ.વ.૩૭, રે. રોજી સ્‍કુલની બાજુમાં માજોઠીના જમાતખાનામાં કાલાવડ નાકા બહાર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૧ર-ર૦રપના ડીકેવી રોડ પર ફરીયાદી નફીસાબેનના પતિ ઈબ્રાહીમભાઈ તેની રીક્ષા માંથી પેસેન્‍જર નીચે ઉતારતા હોય ત્‍યારે આરોપીઓ બે અજાણ્‍યા ઈસમો તેની મોટરસાયકલ લઈ ફરીયાદી નફીસાબેનના પતિ ઈબ્રાહીમભાઈની રીક્ષાની પાછળથી આવેલ અને ઈબ્રાહીમભાઈને ભુંડી ગાળો આપી માથાના ભાગે કપાળ ઉપર જમણી બાજુ ધુમબો મારી માથાના ભાગે મુંઢ માર મારી હેમરેજ ની ઈજા કરી ફરીયાદી નફીસાબેનના પતિ ઈબ્રાહીમભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી નાશી જઈ ગુનો કરેલ છે

ગાડી સરખી ચલાવવાનું કહેતા મારમાર્યો

જામનગર : અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં સવિતાબેન નીલેષભાઈ ઉર્ફે નવીનભાઈ નકુમ, ઉ.વ.૪૯, રે. સીન્‍ડીકેટ સોસાયટી શેરી નં.૧, આરોગ્‍ય કેન્‍દ્રની સામે, ગુલાબનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૬-૧ર-ર૦રપના ફરીયાદી સવિતાબેનનો દિકરો રીપલ તથા ફરીયાદી સવિતાબેનનો ભત્રીજો કુનાલ ફરીયાદી સવિતાબેનના ઘરની બાજુમાં આવેલ ચોકમાં ઉભા હતા ત્‍યારે ફરીયાદી સવિતાબેનની શેરીમાં રહેતા આરોપી પાર્થ જીતુભાઈ પરમાર પોતાની ફોરવ્‍હીલ ફરીયાદી સવિતાબેનના દિકરા રીપલના પગ પાસે બ્રેક મારેલ જેથી ફરીયાદી સવિતાબેનના દિકરા રીપલે આરોપી પાર્થ જીતુભાઈ પરમાર ને ગાડી જોઈને ચલાવવાનું કહેતા આરોપી પાર્થ જીતુભાલ પરમાર એકદમ ઉશ્‍કેરાઈ જઈ ફરીયાદી સવિતાબેનના દિકરા રીપલને ગાળો કાઢતા ફરીયાદી સવિતાબેનના દિકરા રીપલે આરોપી પાર્થને ગાળો આપવાની ના પાડતા આરોપી પાર્થએ ફરીયાદી સવિતાબેનના દિકરા રીપલને ઢીકાપાટુનો માર મારી મુંઢ ઈજા કરેલ તથા આરોપીઓ પરેશભાઈ છગનભાઈ પરમાર, ભરતભાઈ છગનભાઈ પરમાર, તરૂણાબેન છગનભાઈ પરમાર વાળા ત્‍યાં આવી ને આરોપી પરેશભાઈએ નીચે પડેલ પથ્‍થર ઉપાડી ફરીયાદી સવિતાબેનના દિકરા રીપલને  માથામાં ડાબા ભાગે મારી હોસ્‍પિટલમાં સારવાર દરમ્‍યાન માથાના ડાબા ભાગે છ ટાંકા આવતા ઈજા કરી તથા આરોપી ભરતભાઈ તથા તરૂણાબેન એ ફરીયાદી સવિતાબેનના દિકરા રીપલને ઢીકાપાટુનો મુંઢમાર મારતા ફરીયાદી સવિતાબેન તથા તેના દેરાણી જાગૃતિબેન બંન્‍ને રીપલને છોડાવવા જતા આરોપી ભરતભાઈએ ફરીયાદી સવિતાબેનને ધકકો મારતા ફરીયાદી સવિતાબેને નીચે પડી જતા ફરીયાદી સવિતાબેનને મુંઢ ઈજા થયેલ તથા આરોપી તરૂણાબેને ફરીયાદી સવિતાબેનને શરીરે મુંઢ માર મારેલ તથા તેની દેરાણી જાગૃતિબેનને આરોપી પરેશભાઈએ ધકકો મારતા નીચે પડી જતા શરીરે મુંઢ ઈજા કરી ગુનામાં એકબીજાની મદદગારી કરી જિલ્લા કલેકટરના હથીયારબંધી જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

   પ્રેમ લગ્ન બાબતે જાનથી મારી નાખવાની ધમકી

જામનગર : જામજોધપુર પોલીસ સ્‍ટેશનમાં દિશાબેન મયુરભાઈ કારાભાઈ ખુંટી તે ડો/ઓ. લીલાભાઈ હાજાભાઈ ગરેજા, ઉ.વ.ર૧, રે. પરડવા ગામ વાડી વિસ્‍તારવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી દિશાબેને સાહેદ મયુરભાઈ કારાભાઈ ખુંટી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય જે બાબતનો ખાર રાખી તા.૧પ-૧ર-ર૦રપના પરડવા ગામે દોરી સીમ વિસ્‍તારમાં આવેલ ફરીયાદી દિશાબેનની વાડીએ આરોપીઓ પ્રેમસિંગ મોરી, વિજયભાઈ ભલાભાઈ વાઘેલા, રાજુભાઈ કુછડીયા, મુરૂભાઈ ખુંટી આવેલ રહેણાક મકાને પ્રવેશ કરી પોતાના હાથમા રહેલ હથીયાર વડે ઘરના બારીના કાચમાં તથા બહાર પડેલ એકટીવામાં ભાંગ તોડ કરી નુકશાન કરી જેમફાવે તેમ ગાળો બોલી ધમકી આપી ગુનામાં એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.

(3:32 PM IST)