તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th December 2025
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળના રામભરોસે ચોકમાંથી 2 કાશ્મીરીઓ ઝડપાયા : પોલીસ દ્વારા પુછપરછ
અનીસઉલ રહેમાન અને મહમદ અસલમની તપાસ : અનીસઉલ રહેમાન પ્રથમ વખત મદરેસા માટે ચંદો ઉઘરાવવા ગુજરાત આવ્યો'તો મહંમદ અસલમ છેલ્લા 5-6 વર્ષથી દર વર્ષે ચંદો ઉઘરાવવા આવે છે

વેરાવળ તા.૧૭ : ગીર સોમનાથમાં બે શંકાસ્પદ કાશ્મીરી ઝડપાયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. વેરાવળ રામભરોસે ચોકમાં બે શંકાસ્પદ વ્યક્તિને પોલીસે પકડ્યા છે. બન્નેની એસઓજી પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. બન્ને શંકાસ્પદ વ્યક્તિ કાશ્મીરી હોવાનું જાણવા મળી રહ્યું છે.
મળતી માહિતી મુજબ, ગીર સોમનાથના વેરાવળમાંથી વધુ બે શંકાસ્પદ કાશ્મીરી યુવકો મળી આવ્યા છે. વેરાવળના રામભરોસે ચોકમાંથી બે કાશ્મીરીઓ મળી આવ્યા છે. અનીસઉલ રહેમાન અને મહમદ અસલમની પૂછપરછ શરૂ કરાઈ છે. અનીસઉલ રહેમાન પ્રથમ વખત મદરેસા માટે ચંદો ઉઘરાવવા ગુજરાત આવ્યો. મહંમદ અસલમ છેલ્લા 5-6 વર્ષથી દર વર્ષે ચંદો ઉઘરાવવા આવે છે.
બંને યુવકો કાશ્મીરના પૂંછ જિલ્લાની મદરેસા માટે ચંદો ઉઘરાવે છે. સ્કેનર દ્વારા ઓનલાઇન ચંદો ઉઘરાવી મદરેસાના એકાઉન્ટમાં જમા કરાવે છે. બંને કાશ્મીરી યુવકોએ પહેલી ડિસેમ્બરે કાશ્મીરથી અમદાવાદ આવ્યા હતા. અમદાવાદથી કડી, વિરમગામ, સુરેન્દ્રનગર, રાજકોટ, ઉપલેટા, જૂનાગઢ અને જેતપુરથી ચંદો ઉઘરાવ્યો છે. બે દિવસ માંગરોળ રોકાયા બાદ એસટી બસમાં વેરાવળ પહોચ્યા હતા.
(4:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
