<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

વાંકાનેરમાં પરિણીતાને જીવતી સળગાવી દેનાર પ્રેમીને આજીવન કેદની સજા.

પતિ અને બાળકોને છોડી સાથે રહેવા આવવાનો ઇનકાર કરતા કેરોસીન છાંટી સળગાવી હતી, સારવારમાં થયું હતું મોત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  વાંકાનેરમાં રહેતી પરિણીતા સાથે પ્રેમસંબંધ ધરાવનાર ઇસમેં પતિ અને બાળકોને છોડવાનું કહેતા પરિણીતાએ ઇનકાર કર્યો હતો જેથી કેરોસીન છાંટી દીવાસળી સળગાવી મારી નાખવાના ઈરાદે પરિણીતાને સળગાવી આરોપી પ્રેમી નાસી ગયો હતો સારવારમાં પરિણીતાનું મોત થયું હતું જે કેસ કોર્ટમાં ચાલી જતા આરોપીને કોર્ટે આજીવન કેદની સજા અને ૩૫ હજારનો દંડ ફટકાર્યો છે.

      જે કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા ૧૩-૦૯-૨૦૧૪ ના રોજ વાંકાનેરના રહેવાસી સીતાબેન મહેન્દ્રભાઈ કરાર નામની પરિણીતાએ આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે આરોપીને ફરિયાદી સાથે એકાદ વર્ષથી પ્રેમસંબંધ હતો અને આરોપી પરિણીતાના ઘરે જઈને તું તારા પતિ અને બાળકોને છોડી મારી સાથે રહેવા આવ કહેતા ના પાડી હતી જેથી ગાળો બોલી જો તું મારી નહિ થાય તો તારા પતિની પણ નહિ થવા દઉં કહીને ઘરના રસોડામાંથી કેરોસીન ડબલું લઈને સીતાબેનના આખા શરીરે કેરોસીન છાતી દીવાસળી સળગાવી મારી નાખવાના ઈરાદે સળગાવી નાસી ગયો હતો આખા શરીરે દાઝી જતા સીતાબેનનું સારવારમાં મોત થયું હતું જેથી પોલીસે હત્યાની કલમો ઉમેરી આરોપીને ઝડપી લીધો હતો.
   જે કોર્ટ પ્રિન્સીપાલ ડીસ્ટ્રીકટ જજ પી વી શ્રીવાસ્તવની કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ વી સી જાનીએ કરેલી ધારદાર દલીલો અને દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી શીવાભાઈ કાનજીભાઈ ભાટીને કસુરવાન ઠેરવ્યો હતો આઈપીસી કલમ ૩૦૨ મુજબના ગુનામાં આજીવન કારાવાસ અને રૂ ૨૫,૦૦૦ દંડ તેમજ કલમ ૩૦૭ મુજબના ગુનામાં ૧૦ વર્ષની સજા અને રૂ ૧૦,૦૦૦ દંડ ફટકાર્યો હતો

(9:47 PM IST)