News of Wednesday, 17th December 2025
મોરબીમાં લોજપાની મિટિંગમાં હોદેદારોની વરણી કરવા સાથી આગામી રણનીતિ ઘડવામાં આવી.
શહેરમાં એક સ્વાગત સાથે જન જાગરણ યાત્રાનું પણ નજીકના દિવસોમાં આયોજન કરવાની ચર્ચા કરાઈ

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટી રામ વિલાસ પાસવન, પાર્ટીના મોરબી જિલ્લા અધ્યક્ષ મલય દફતરી, ઉપાધ્યક્ષ સંજય શેઠ તેમજ સચિવ પિયુષભાઈ ભીંડા અને પાર્ટીના સલાહકાર બોર્ડના વિનોદભાઈ લાલજીભાઈ પલણ, મહેશભાઈ જયંતીભાઈ પીઠડીયા તેમજ કાઉન્સિલ સભ્યો હિરેનભાઈ,ભરતભાઈ અને યુવા આર્મી રુદ્રરાય દફતરી તેમજ વરીષ્ઠ કાર્યકર્તા અને હોદેદારોની હાજરી સાથે બેઠકનું તા. ૧૬.૧૨.૨૦૨૫ને મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં પાર્ટીની આગળની રણનીતિ અને હોદેદારોની નિમણુક બાબતની ચર્ચા કરવામાં આવી અને સર્વાનુમતે મોરબી જિલ્લા લોક જન શક્તિ પાર્ટી (R) ના જિલ્લા મહામંત્રી તરીકે મનોજસિંહભાઈ લખધીરસિંહભાઈ જાડેજાની વરણી કરવામાં આવી.
સલાહકાર બોર્ડ મા સતુભા રમુભા ઝાલા નિયુકત કરવામાં આવ્યા.
મનોજસિંહ ભાઈ દ્વારા મોરબી જિલ્લામાં પાર્ટીના કાર્યોને આગળ વધારવા માટેના જરૂરી સુચનો સાથે જિલ્લા સચિવ પિયુષભાઈ દ્વારા લોક સંપર્કની વિવિધ યોજના ઓ ની વાત થય.તેમજ ઉપાધ્યક્ષ સંજયભાઈ દ્વારા પાર્ટીનું ભવિષ્ય ગુજરાતમાં હવે શું હોય શકે તેની જાણ કરવામાં આવી.
અને મોરબી શહેરમાં એક સ્વાગત સાથે જન જાગરણ યાત્રાનું પણ નજીકના દિવસોમાં આયોજન કરવાની ચર્ચા કરવામાં આવી. તેમ યાદીમાં જણાવાયુ છે.
(11:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
