<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th December 2025

ભાવનગરના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું: 45 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ

અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની અંદર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા: કેબિન, શેડ, પતરાઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હટાવવામાં આવ્યા

ભાવનગરના અલંગ શીપ બ્રેકિંગ યાર્ડમાં દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે. આશરે 68 હેક્ટર જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો હટાવાની કામગીરી કરાઈ હાથ ધરાઇ છે. જેના વડે 45 કરોડ રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ છે. અલંગ શિપ બ્રેકિંગ યાર્ડની અંદર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરાયા હતા. કેબિન, શેડ, પતરાઓ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે હટાવવામાં આવ્યા હતા. ત્રણ દિવસ સુધી અલંગ ખાતે ડીમોલેશનની કામગીરી ચાલુ રહેશે 

(11:46 PM IST)