<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

રસનાળ (જોડીયા)માં ગ્રામજનો દ્વારા પૂ. જેન્‍તિરામબાપાનું ભવ્‍ય સામૈયુ, ભજન-સત્‍સંગનો લાભ લેતા ભાવિકો

 

જુનાગઢ :.. રસનાળ (જોડીયા)માં ગુરૂ ભકત વાલજીભાઇ કરશનભાઇ વરસડા દ્વારા તેમના માતુશ્રી લક્ષ્મીબેનની ૩૧ મી પુણ્‍યતિથી નિમિતે ધુનડાના સંત પૂ. જેન્‍તિરામ બાપાના સત્‍સંગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કળશધારી બાળાઓ અને ગ્રામજનો દ્વારા ઢોલ-નગારા સાથે પૂ. બાપાનું ભવ્‍ય સામૈયુ કર્યુ હતું. અને બહેનો દ્વારા રાસ લેવાયો હતો અને ત્‍યારબાદ પૂ. બાપાના સત્‍સંગનો સૌ ગુરૂભકતોએ લાભ લીધો હતો. અને ભોજન પ્રસાદ પણ લીધેલ. (અહેવાલ : વિનુ જોષી, તસ્‍વીર મુકેશ વાઘેલા જુનાગઢ)

(10:37 AM IST)