<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ચોટીલાના રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્‍મસ્‍થળ સ્‍મારકે ગુરુકુળના ૩૦ બાળકોની ૨૧૦ કિ.મી.ની સાયકલ યાત્રા પૂર્ણ

શાર્દૂલ અન્‍વેષિકા ગુરુકુળથી શરૂ થયેલ છ દિવસની આ પ્રેરક યાત્રામાં ૨૨ દિકરાઓ અને ૦૮ દિકરીઓ તેમજ ૧૦ ગુરુજનો અને માતાઓએ ૫૦ જેટલાં ગામોનું પરિભ્રમણ કર્યું: પિનાકી નાનકભાઈ મેઘાણી સહિતના દ્વારા સ્‍વાગત

રાજકોટ, તા.૧૮: અડાલજ પાસે આવેલ જમિયતપુરા ગામ (જિ. ગાંધીનગર) સ્‍થિત શાર્દૂલ અન્‍વેષિકા ગુરુકુળનાં ૦૬થી ૧૧ વર્ષનાં ૩૦ બાળકોની ૨૧૦ કિ.મી.ની શ્રધ્‍ધા યાત્રા-સાયકલ યાત્રા ચામુંડા માતાના શક્‍તિતીર્થ ચોટીલા (જિ. સુરેન્‍દ્રનગર) સ્‍થિત રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્‍મસ્‍થળ સ્‍મારક ખાતે પૂર્ણ થઈ હતી. ગુરુકુળથી શરૂ થયેલ છ દિવસની આ પ્રેરક યાત્રામાં ૨૨ દિકરાઓ અને ૦૮ દિકરીઓ તેમજ ૧૦ ગુરુજનો અને માતાઓએ ૫૦ જેટલાં ગામોનું પરિભ્રમણ કર્યું હતું. આ યાત્રામાં બાળકોમાં હિંમત અને શિસ્‍તનાં ગુણનું સિંચન, દરેક ગામમાં ભિક્ષા ગ્રહણ કરીને ગીતાના શ્‍લોક વડે આભાર વ્‍યકત કરવાનાં સંસ્‍કાર, સ્‍થાનિક ઇતિહાસ, મંદિરો, જળાશયો, કળષિપધ્‍ધતિની જાણકારી તેમજ નાટક, ભજન, શાષા-સત્‍સંગ અને ગ્રામજનો સાથે સંવાદ દ્વારા સંસ્‍કળતિનો જીવંત અનુભવ પ્રાપ્ત થયો હતો. અનોખી જીવનયાત્રા સાબિત થનાર આ યાત્રા દરમિયાન બાળકોએ ગીતા થકી પંચ-પરિવર્તન સૂત્રને હૃદયપૂર્વક અનુસરીને સામાજિક સમરસતા, કુટુંબિક ભાવના, પર્યાવરણ જાગળતિ, નાગરિક કર્તવ્‍ય અને સ્‍વભાવ જાગરણને જીવંત બનાવ્‍યાં હતાં.

યાત્રાની પૂર્ણાહૂતિ અવસરે ચોટીલા નાયબ કલેકટર એચ. ટી. મકવાણા (જી.એ.એસ.), રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, શિક્ષણવિદ્‌ અને શ્રી ચોટીલા એજ્‍યુકેશન એન્‍ડ ચેરિટી ટ્રસ્‍ટના મેનેજિંગ ટ્રસ્‍ટી કિરીટસિંહ રહેવર (મામા), શાર્દૂલ અન્‍વેષિકા ગુરુકુળના સ્‍થાપક, સંયોજક અને સાયકલ યાત્રાના પ્રણેતા ઉત્‍કર્ષભાઈ પટેલ, શિક્ષકો ડો. દિશાબેન પટેલ, મેહુલભાઈ તુવાર, ઉર્વશીબેન પુજારા, જયશ્રીબેન દિયોરા, રીનાબેન ધામેલીયા અને કાજલબેન સોની, અભિભાવકો જીગરભાઈ પટેલ, ધવલભાઈ સોની અને  કિરણભાઈ સોની, ૧૯૮૮-૮૯ની અરૂણાચલથી ઓખા સુધીની ભારત જોડો સાયકલ યાત્રાના સાયકલવીર અને નેશનલ યુથ પ્રોજેકટના રાજેશભાઈ ભાતેલીયા, વાલજીભાઈ પિત્રોડાની વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. ઉત્‍કર્ષભાઈ પટેલને સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.

યજમાન શૈક્ષણિક સંસ્‍થા શ્રીમતી જે.વી.એચ. દોશી પ્રાથમિક શાળા ખાતે સાયકલવીર બાળકોએ અગ્નિહોત્ર યજ્ઞ ઉપરાંત સર્વાંગસુંદર વ્‍યાયામ, શષાવિદ્યામાં લાઠીદાવ અને તલવારબાજીના કરતબો, નળત્‍ય અને બાળગીતો રજૂ કર્યાં હતાં. ઝવેરચંદ મેઘાણીએ ૧૯૨૮માં રચેલું અમર કાવ્‍ય ચારણ-કન્‍યાની ૧૨-વર્ષીય વૈદેહી દિયોરા દ્વારા ઝમકદાર રજૂઆત તેમજ ૧૩-વર્ષીય હેન્‍સી પટેલની ચારણ-કન્‍યાની અસલ વેશભૂષા સહુનું વિશેષ આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યાં હતાં. સાયકલવીર રાજેશભાઈ ભાતેલીયાએ ૧૫ રાજ્‍યમાંથી પસાર થયેલી ભારત જોડો સાયકલ યાત્રાનાં સંભારણાંને વાગોળ્‍યા હતા. રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી બાળ પુસ્‍તકાલય તથા ભાષા ભવનની પણ સહુએ મુલાકાત લઈને રાજીપો વ્‍યકત કર્યો હતો

(12:06 PM IST)