News of Thursday, 18th December 2025
ઉછીના આપેલા ૫૦ હજાર પાછા માંગતા કિશનને પિતાએ ધોકાવ્યો
જસદણ ગઢડીયાનો યુવાન રાજકોટ સારવારમાં

રાજકોટ તા. ૧૮: જસદણના ગઢડીયા ગામે રહેતાં કિશન દલસુખભાઇ સોલંકી (ઉ.વ.૩૦)ને રાતે નવેક વાગ્યે પિતા દલસુખભાઇ માવજીભાઇ સોલંકીએ ધોકાથી માર મારતાં જસદણ સારવાર લઇ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે જસદણ પોલીસને જાણ કરી હતી.
કિશન બે ભાઇ અને બે બહેનમાં મોટો છે અને તેને સંતાનમાં બે દિકરી છે. તે ખેતી મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે કહ્યું હતું કે પોતે પરિવાર સાથે જ રહે છે. પોતાની મજૂરી મહેનતની રકમમાંથી અગાઉ પિતાને જરૂર હોઇ પચાસ હજાર રૂપિયા ઉછીના પેટે માંગતા તેણે પિતાને આપ્યા હતાં. હવે પોતાને પૈસાની જરૂર હોઇ રાતે પૈસાની ઉઘરાણી કરતાં ઉશ્કેરાઇ જઇ પિતાએ હવે પછી પૈસા માંગતો નહિ તેમ કહી ધોકાથી માર માર્યો હતો. આક્ષેપો અંગે જસદણ પોલીસે તપાસ હાથ ધરી છે.
(10:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
