<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ગોંડલથી વાળંદ કામ કરવા નાગડકા જતી વખતે બાઇક પરથી પટકાતાં વૃધ્‍ધનું મોત

૬૫ વર્ષના સવજીભાઇ ભીમાણીને ચાલુ વાહને ચક્કર આવતાં માથામાં ગંભીર ઇજા પહોંચીઃ રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં સારવારમાં દમ તોડયોઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૮: ગોંડલમાં નવા માર્કેટ યાર્ડ સામે ખોડીયાનગરમાં રહેતાં સવજીભાઇ ભીમજીભાઇ ભાયાણી (ઉ.વ.૬૫) ૧૬મીએ પોતાના ઘરેથી બાઇક હંકારીને નજીકના નાગડકા ગામે પોતાની વાળંદ કામની કેબીન હોઇ ત્‍યાં કામ કરવા જતાં હતાં ત્‍યારે ઉંબાળા ચોકડી પાસે ચક્કર આવતાં બાઇક પરથી પટકાતાં માથામાં ગંભીર ઇજા થતાં મોત થયું છે.

સવજીભાઇને ઇજાઓ સાથે ગોંડલની ખાનગી હોસ્‍પિટલમાં અને  ત્‍યાંથી વધુ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. અહિ આજે સવારે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે ગોંડલ બી-ડિવીઝન પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર સવજીભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં બે દિકરા છે.

નાગડકા ગામે વાળંદ કામની કેબીન હોઇ દરરોજ બાઇક પર આવ-જા કરતાં હતાં. આ દરમિયાન આ બનાવ બન્‍યો હતો. મોભીના મોતથી ભાયાણી પરિવારમાં શોક છવાઇ ગયો હતો. 

(10:52 AM IST)