News of Thursday, 18th December 2025
આટકોટ પાસે મોટા દડવાની સીમમાં પ્રેમીની હત્યા કરનાર પ્રેમીકા અને પૂર્વ પતિ સહિત ૪ પકડાયા
પ્રેમી માર મારતો હોય પ્રેમિકાએ પૂર્વ પતિને મારે તારી સાથે રહેવુ છે પણ પ્રેમીને યમલોકમાં પહોંચાડયા પછી તેમ કહી પૂર્વ પતિ અને ભાણેજ સાથે મળી પ્રેમી મહેશ વસુનીયાની હત્યા કરી'તી

તસ્વીરમાં હત્યામાં પકડાયેલ મહિલા અને તેનો પૂર્વ પતિ તથા ભાણેજ નજરે પડે છે. (તસ્વીર : કરશન બામટા-આટકોટ)
(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ૧૮ : આટકોટ પાસે મોટા દડવા ગામની સીમમાં પ્રેમીની હત્યા કરનાર પ્રેમીકા અને પૂર્વ પતિ સહિત ૩ ને આટકોટ પોલીસે ઝડપી લઇ પુછતાછ હાથ ધરી છે.
મળતી વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશ નો અને છેલ્લા ઘણા વર્ષથી જેતપુરના મેવાસાના પાદરમાં ઝૂંપડામાં પરિવારજનો સાથે રહેતો ૩૩ વર્ષનો યુવક થાવ ઉર્ફ મહેશ વસુનિયા પાંચ સંતાન નો પિતા પત્નીને છોડી છેલ્લા બે વર્ષથી રેશમાં સાથે રહેતો હતો અને છેલ્લા છ મહિનાથી જસદણના આટકોટ પોલીસ મથક હેઠળના મોટા દડવા ગામની સીમમાં આવેલી એક વાડીમાં ભાગ્યા તરીકે તેની પ્રેમિકા રેશમા સાથે ગીરીશભાઈ પારગીની વાડીમાં રહેતો હતો.
ગત ૧૧ તારીખ ના મહેશ વસુનીયા ઓરડીમાં ખાટલા પર સૂતો હતો ત્યારે રાત્રે કોઈ તેના માથાના ભાગે ત્રીકમ અને પથ્થર વડે હુમલો કરી હત્યા કરી નાશી છુટયા હતા.
આ બનાવ બન્યા બાદ મહેશ વસુનીયા ની પ્રેમિકા રેશમા તેના બે સંતાન સાથે મોટા દડવા ગામ છોડીને ચાલી ગઈ હતી મળતકના ભાઈ મુકેશ વસુનીયાએ આટકોટ પોલીસ સ્ટેશનમાં તેમના ભાઈની પ્રેમિકા પર શંકા વ્યક્ત કરી હતી પોલીસ દ્વારા તપાસ કરતા પ્રેમિકા નો ફોન સ્વીચ ઓફ આવતા પ્રેમિકા વધુ શંકા ના દાયરામાં આવી હતી
આટકોટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બારૈયા એ તેમની ટીમ સાથે મધ્યપ્રદેશના રતલામ જિલ્લાના સેલા તાલુકાના ધામનોદ ગામથી ત્રણ આરોપીની ધરપકડ કરી આટકોટ પોલીસ સ્ટેશનને લાવ્યા હતા. આરોપી હરજી મઇડા રેશમા નો પૂર્વ પતિ, ૨ દિલીપ વરસિંગ મીણા મહિલાના પૂર્વ પતિ નો ભાણેજ તથા રેશમા મળતક ની પ્રેમિકાની ધરપકડ કરી હતી.
હત્યા કરવા પાછળનું કારણ મળતકની પત્ની મમતા અહીં મોટાદડવા ગામે આઠ દિવસ રહેવા આવી હતી અને પ્રેમિકા અને પત્ની વચ્ચે અવારનવાર ઝઘડો થતો તેને લઇ અને મળતક ની પત્ની જેતપુરના મેવાસા જતી રહી હતી ત્યારબાદ મળતક મહેશ વસુનીયા દ્વારા તેમની પ્રેમિકા રેશમા ને માર મારવામાં આવતો હતો અને અવારનવાર હેરાનગતિ કરવામાં આવતી હતી પ્રેમિકાએ તેમના પૂર્વ પતિને કહ્યું મારે તારી સાથે રહેવું છે પણ આને યમલોકમાં પહોંચાડ્યા પછી ત્યારબાદ પૂર્વ પતિ તેમના ભાણેજ સાથે મોટા દડવા ગામે આવ્યો અને રાત્રીના સમયે ત્રણેય લોકોએ મળી અને મહિલાના પ્રેમી મહેશ વસુનીયા ની હત્યા કરી નાશી છુટયા હતા.
(11:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
