News of Thursday, 18th December 2025
ગોંડલના મોટી ખીલોરી ગામની સીમમાંથી ગાંજાનું વાવેતર પકડાયું: ૧૦.૭૬ લાખના છોડ કબ્જે
ગાંજાનું વાવેતર કરનાર નિર્મળ ડેરની ધરપકડઃ રૂરલ એસઓજીનો દરોડો

તસ્વીરમાં પકડાયેલ શખ્સ અને ગાંજાના છોડી નજરે પડે છે
રાજકોટ તા. ૧૮: ગોંડલના મોટી ખીલોરી ગામની સીમમાં રૂરલ એસઓજીએ દરોડો પાડી ગાંજાનું વાવેતર પકડી પાડી ૧૦.૭૬ લાખના ગાંજાના છોડના જથ્થા સાથે વાડી માલીકની ધરપકડ કરી હતી.
પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, રાજકોટ ગ્રામ્ય ગેરકાયદેસર રીતે માદક પદાર્થ ગાંજાનું વેચાણ તથા ગાંજાનું વાવેતર કરતા ઇસમો ઉપર કાર્યવાહી કરવા સુચના આપેલ હોય એસ.ઓ.જી. શાખાના પોલીસ ઇન્સપેકટર શ્રી એફ.એ.પારગી તથા પોલીસ સબ ઇન્સપેકટર કે.એમ.ચાવડા સ્ટાફ સાથે ગોંડલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ. પરબતભાઈ શામળા તથા પો.કોન્સ ચીરાગભાઇ કોઠીવાર કલ્પેશભાઇ કોઠીવાર તથા નિર્મળસિંહ ચુડાસમા નાઓને સંયુકત રીતે ખાનગીરાહે હકિકત મળેલ કે, નિર્મળ નાથાભાઇ ડેર રહે. મોટી ખીલોરી ગામ તા.ગોંડલ જી.રાજકોટ વાળાએ મોટી ખીલોરી ગામની સીમમાં આવેલ ખારૂડીવાડી વિસ્તારમાં પોતાની વારસાઈની માલીકીની વાડી(ખેતર) માં ગેરકાયદેસર રીતે વનસ્પતિજન્ય માદકપદાર્થ (ગાંજા) ના છોડનુ વાવેતર કરેલ હોય, જે હકિકત આધારે રેઇડ કરતા વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના છોડ જેનું કુલ વજન ૨૧ કિલો ૩૦૦ ગ્રામ જેની કિ.રૂ.૧૦,૬૫,૦૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સુલ્તાનપુર પો.સ્ટે. ખાતે એન.ડી.પી.એસ. એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરેલ હતો.
આ કાર્યવાહી રૂરલ એસ.ઓ.જી. શાખાના એએસઆઇ વિપુલભાઇ ગુજરાતી, વિરરાજભાઇ ધાધલ, પો.હેડ.કોન્સ. પ્રહલાદસિંહ રાઠોડ, વિજયભાઇ વેગડ, ચંદુભાઇ પલાળીયા, શીવરાજભાઇ ખાચર, નૈમીષભાઈ મહેતા, અનિરૂધ્ધસિંહ જાડેજા, રામદેવસિંહ ઝાલા, મયુરભાઇ વિરડા, પો.કોન્સ વિજયગીરી ગોસ્વામી, હિંમતસિંહ પાલ, વિપુલભાઇ ગોહિલ, નવદિપભાઇ બાબરીયા તથા ડ્રા.એ.એસ.આઇ. અમુભાઇ વિરડા દ્રારા કરવામાં આવેલ છે.
(1:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
