News of Thursday, 18th December 2025
યાત્રાધામ વીરપુરની પ્રેરણા સ્કૂલમાં બાળ વિજ્ઞાન પ્રદર્શન યોજાયું: ૪૮ જેટલા ગણિત-વિજ્ઞાનના પ્રયોગો તેમજ ૧૯ જેટલા સમાજને ઉપયોગી વિવિધ વિભાગના લાઇવ મોડેલ્સ

વીરપુર જલારામઃ પ્રેરણા સ્કુલમાં સ્કૂલના ગ્રાઉન્ડમાં ભવ્ય બાળ વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બાળ વિજ્ઞાન પ્રદર્શન કાર્યક્રમમાં ઉદ્ધાટન સમારંભમાં જનકભાઈ ડોબરીયા (માજી આરોગ્ય ચેરમેન જિલ્લા પંચાયત, રાજકોટ), અશ્વિનાબેન ડોબરીયા (સદસ્ય જિલ્લા પંચાયત, રાજકોટ), વી.ડી. નૈયા સાહેબ (આચાર્યશ્રી જલારામજી વિદ્યાલય, વિરપુર), ટ્રસ્ટી રતિલાલ જોશી (પ્રેરણા સ્કૂલ, વિરપુર), દિનેશભાઈ વઘાસિયા (માજી તાલુકા પંચાયત સદસ્ય), તળપ્તિબેન ડોબરીયા (ઇન્ચાર્જ આચાર્ય મોંઘીબા પ્રાથમિક શાળા), વિજયભાઈ ડોબરીયા (સંચાલક સ્વામિનારાયણ ગુરુકુળ, વિરપુર) દ્વારા દીપ પ્રાગટય તેમજ રિબિન કાપીને ૧૬ ડિસેમ્બરે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા કુલ ૪૮ જેટલા ગણિત-વિજ્ઞાનના પ્રયોગો તેમજ ૧૯ જેટલા સમાજના ઉપયોગી વિવિધ વિભાગના લાઇવ મોડેલ્સ પણ રજૂ કરવામાં આવ્યા હતા, બધી જ કળતિઓ છાત્રોએ પોતાની જાતે જ બનાવીને રજૂ કરી હતી. દરેક પ્રયોગ-મોડલ પોતાના વિશે આત્મવિશ્વાસપૂર્વક સમજાવતા જોવા મળ્યા હતા, બાળ વૈજ્ઞાનિકો પોતાની કળતિની અંગ્રેજી, ગુજરાતી તેમજ હિન્દી ભાષામાં સમજણ આપતા જોવા મળ્યા હતા, ગામની બધી જ શૈક્ષણિક સંસ્થાઓ પ્રદર્શનને નિહાળવા આવી. આશરે પાંચ હજારથી વધુ લોકોએ આ દ્વિદિવસીય બાળ વિજ્ઞાન પ્રદર્શનનો લ્હાવો લીધો હતો, પ્રાચીન અને અર્વાચીન બધી જ વૈજ્ઞાનિક કળતિઓ બધાને ખૂબ જ ગમી હતી, પ્રદર્શન નિહાળનારાઓ, બાળકો તથા વિદ્યાર્થીઓ કુતુહલવશ પ્રશ્ન પૂછતા હતા, તેમને બાળ વૈજ્ઞાનિકો ઉત્તર આપતા હતા. આ બાળ વિજ્ઞાન પ્રદર્શનની વિશેષતા એ જોવા મળી કે બધા વિદ્યાર્થીઓ પોતાના વાલીઓને પણ આ બાળ વિજ્ઞાન પ્રદર્શન નિહાળવા સાથે લઈને આવ્યા હતા. પ્રેરણા સ્કૂલના સુભાષભાઈ જોશી તેમજ શિક્ષણગણ સહિતના તમામ સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. (તસવીરઃ કિશનસિંહ મોરબીયા- વિરપુર)
(12:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
