<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ધોરાજી ખાતે બિહારના મુખ્‍ય મંત્રીનું પૂતળા દહન

બિહાર હિજાબ ઘટનાના પ્રત્‍યાઘાતો પડયા

ધોરાજી, તા. ૧૮: તાજેતરમાં બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર દ્વારા પદવી એનાયત કાર્યક્રમમાં હિજાબ બાબતે વિવાદ સર્જાતા તેના પ્રત્‍યાઘાતો ધોરાજી શહેર સુધી પડ્‍યા હતા.

યુવા મુસ્‍લિમ આગ્રાની અને આમ આદમી પાર્ટી ના હોદ્દેદાર સલીમ મોગલ અને યુવાનોની ટીમ દ્વારા હિજાબ ઘટનાને લઇ ત્રણ દરવાજા ખાતે નીતિશકુમારના પૂતળાનું દહન કરી રાજીનામું આપી અને માફી માંગે તેવી માગણી સાથે સૂત્રોચારો કરવામાં આવ્‍યા હતા.

આ મામલે યુવા મુસ્‍લિમ અગ્રણી સલીમ મોગલ એ જણાવેલ કે તાજેતરમાં પદવી એનાયત કાર્યક્રમમાં બિહારના મુખ્‍યમંત્રી નીતિશકુમાર દ્વારા પદવીદાન સમારોહ કાર્યક્રમમાં એક ડોક્‍ટર યુવતી નો હિજાબ ખેંચવાનો પ્રયત્‍ન થયેલ જે અત્‍યંત નિંદનીય છે આ મામલે મુસ્‍લિમ સમાજમાં ઘેરો રોષ છવાયો છે.

આ ઘટનાને લઇ તાત્‍કાલિક ધોરાજી પોલીસે યુવા કાર્યકરોની અટકાયત કરી હતી

(12:17 PM IST)