<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઘટાડો

ગિરનાર ૧૦.૭, નલીયા ૧૩.૮, જામનગર ૧૬.પ, રાજકોટમાં ૧૬.૯ ડિગ્રી

રાજકોટ, તા. ૧૮: સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમા ઘટાડો થયો છે. આજે ગિરનાર પર્વત ઉપર ૧૦.૭, નલીયામાં ૧૩.૮, રાજકોટમાં ૧૬.૯ ડિગ્રી લધુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ ગિરનાર અને જુનાગઢના લઘુતમ તાપમાનમાં આજે પણ વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો હતો. સવારે ગિરનાર પર્વત પરનું લધુતમ તાપમાન વધીને ૧૦.૭ ડીગ્રી અને જુનાગઢ શહેરની લધુતમ તાપમાન પણ વધીને ૧પ.૭ ડિગ્રી નોધાયું હતું જેના કારણે ઠંડીમાં ઘટાડો થયો હતો.

આજે પણ સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૪ ટકા રહેતા ઝાકળ વર્ષા સાથે ધુમ્‍મસ છવાઇ ગયું હતું. સવારથી પવનની પ્રતિ કલાકની ઝડપ ૧.૭ કિલોમીટરની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લધુતમ તાપમાન ૧૬.પ સે.ગ્રે., મહતમ તાપમાન ૩૦ સે.ગ્રે., ભેજનુ પ્રમાણ ૭ર ટકા, પવનની ગતિ ૩.૧ કિ.મી. રહી છે.

કયાં કેટલી ઠડી

    શહેર    લઘુતમ તાપમાન

ગીરનાર પર્વત      ૧૦.૭ ડીગ્રી

અમદાવાદ  ૧૫.૪ ડીગ્રી

અમરેલી     ૧૨.૬ ડીગ્રી

બરોડા               ૧૩.૨ ડીગ્રી

ભાવનગર   ૧૫.૬ ડીગ્રી

ભુજ         ૧૫.ર ડીગ્રી

દમણ               ૧૭.૨ ડીગ્રી

ડીસા                ૧૨.૯ ડીગ્રી

દીવ         ૧૬.૪ ડીગ્રી

દ્વારકા               ૧૯.૭ ડીગ્રી

ગાંધીનગર  ૧૪.૦ ડીગ્રી

જામનગર   ૧૬.૫ ડીગ્રી

કંડલા               ૧૭.પ ડીગ્રી

નલીયા              ૧૩.૮ ડીગ્રી

ઓખા               ર૦.૭ ડીગ્રી

પોરબંદર    ૧૭.૨ ડીગ્રી

રાજકોટ     ૧૬.૯ ડીગ્રી

સુરત                ૧૯.૪ ડીગ્રી

વેરાવળ        ૧૯.૫ ડીગ્રી

 

(12:59 PM IST)