<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

પડધરીના રૂપાવટી ગામે ૩.૭૭ લાખનો વિદેશી દારૂનો જથ્‍થો પકડાયો : રૂરલ એલસીબીનો દરોડો

આરોપી મુકેશ મુંધવાની ૪.ર૭ લાખના મુદામાલ સાથે ધરપકડઃ રાજકોટના વિપુલ ગમારાની શોધખોળ

રાજકોટ, તા., ૧૮ : પડધરીના રૂપાવટી ગામની સીમમાં રૂરલ ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ૩.૭૭ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે એક શખ્‍સને ઝડપી લીધો હતો. જયારે રાજકોટના શખ્‍સનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

રાજકોટ ગ્રામ્‍ય જીલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરએ દારૂ જુગારની બદી નાબુદ કરવા સુચના આપેલ હોય એલસીબી આર.આર.ના પોલીસ ઇન્‍સ્‍પેકટર વી.વી.ઓડેદરા, પો.સબ ઇન્‍સ. એચ.સી.ગોહીલ તથા પો.સબ ઇન્‍સ. આર.વી.ભીમાણીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ રવિદેવભાઇ બારડ, બ્રિજરાજસિંહ જાડેજા, રોહીતભાઇ બકોત્રા, વકારભાઇ અરબ તથા પો.કોન્‍સ. પ્રકાશભાઇ પરમારને મળેલ હકિકત આધારે રૂપાવટી ગામની સીમમાં આરોપી મુકેશ  મેરૂભાઇ ઉર્ફે બાબુભાઇ મુંધવા (ઉ.વ.રર) રહે. ગઢડા તા.ધ્રોલ જી.જામનગરને વિદેશી દારૂની બોટલ નંગ-૧૧૯૭ કિ. ૩.૭૭ લાખ તથા મોબાઇલ મળી કુલ ૪.ર૭ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. જયારે વિપુલ બાબુભાઇ ગમારા રહે. રાજકોટ રામાપીર ચોકડી પાસેનું નામ ખુલતા તેની શોધખોળ હાથ ધરાઇ છે.

(1:21 PM IST)