<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

ભુજમાં ભાવેશ્વરનગર વિસ્તારમાંથી આરોપીનાં રહેણાક મકાનમાંથી માદક પદાર્થ મેફેડ્રોન ૧૨ ગ્રામ કિ.રૂ.૩૬,૦૦૦/- ના નાર્કોટીક્સના મુદ્દામાલ સાથે આરોપી યુવતીને પકડી પાડતી એસ.ઓ.જી. પશ્ચિમ કચ્છ-ભુજ

આરોપીનાં રહેણાક મકાનમાંથી આરોપી વિપૂલા ઉર્ફે મીના વિનોદભાઈ પટેલ ઉ.વ.૩૧ રહે.મૂળ ગામ નારાણપર (પસાયતી), તા.ભુજ, હાલ રહે. ભાવેશ્વરનગર, રાજહંસ ટાવર, પાંચમો માળ, ફ્લેટ નં..૫૦૫, ભુજ આરોપી વિરુદ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૮ : અધિક પોલીસ મહાનિર્દેશકશ્રી, એ.ટી.એસ. ગુ.રા.અમદાવાદનાઓનાં માર્ગદર્શન હેઠળ કેફી પદાર્થ અને માદક પદાર્થોનાં સેવનની પ્રવૃતિને સદંતર રીતે નેસ્તનાબુદ કરવા તેમજ કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર, વેપારની પ્રવૃતિને સદંતર રીતે ડામવા અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જણાવેલ હોઈ જે અન્વયે ચિરાગ કોરડીયા , પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા  વિકાસ સુંડા , પોલીસ અધિક્ષકશ્રી, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પશ્ચિમ કચ્છ-જીલ્લામાં નાર્કોટીક્સની, ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલ ઈસમો વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સુચના આપેલ હોઈ જેથી નાર્કોટીક્સની બદી સદંતર નેસ્ત નાબુદ કરવા એસ.ઓ.જીનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવીનાઓએ તાબાના કર્મચારીઓને સુચના આપેલ હોઈ, જે અન્વયે એસ.ઓ.જી.સ્ટાફના અધિકારી/કર્મચારીઓ પ્રયત્નશીલ હતા.

    દરમ્યાન તા.૧૭/૧૨/૨૦૨૫ નાં રોજ એસ.ઓ.જી સ્ટાફના કર્મચારીઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન એ.એસ.આઇ નરેન્દ્રસિંહ ઝાલા તથા પો.હેડ.કોન્સ રઘુવીરસિંહ જાડેજાનાઓને મળેલ ખાનગી રાહે સચોટ બાતમી હકીકત અન્વયે જરૂરી વર્કઆઉટ કરી ભુજ શહેરમાં આવેલ ભાવેશ્વરનગર વિસ્તારમાંથી આરોપીનાં રહેણાક મકાનમાંથી આરોપી વિપૂલા ઉર્ફે મીના વિનોદભાઈ પટેલ ઉ.વ.૩૧ રહે.મૂળ ગામ નારાણપર (પસાયતી), તા.ભુજ, હાલ રહે. ભાવેશ્વરનગર, રાજહંસ ટાવર, પાંચમો માળ, ફ્લેટ નં..૫૦૫, ભુજવાળી પાસેથી માદક પદાર્થ મેફેડ્રોન ૧૨ ગ્રામ કી.રૂ.૩૬,૦૦૦/- નાં નાર્કોટિક્સનાં મુદામાલ સાથે ઝડપી પાડી મજકુર આરોપી વિરુદ્ધ ભુજ શહેર બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી વિપૂલા ઉર્ફે મીના વિનોદભાઈ પટેલ ઉ.વ.૩૧ રહે. મૂળ ગામ નારાણપર (પસાયતી), તા.ભુજ, હાલ રહે. ભાવેશ્વરનગર, રાજહંસ ટાવર, પાંચમો માળ, ફ્લેટ નં.૫૦૫, ભુજ,કબ્જે કરેલ મુદ્દામાલ (૧) મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૧૨ ગ્રામ, કિ.રૂ.35,000/-(૨) મોબાઇલ નંગ-૦૧ કિ..રૂ.૫,૦૦૦/-(૩) રોકડા રૂપીયા-૯૯,૭૦૦/-એમ કુલ  કિ.રૂ.૧,૪૦,૭૦૦/- જપ્ત કરેલ છે.

      આ  કામગીરીમા એસ.ઓ.જી. પશ્ચિમ-કચ્છ-ભુજનાં પોલીસ ઇન્સ્પેકટર કે.એમ.ગઢવી, તથા પોલીસ સબ ઈન્સ્પેક્ટર એમ.એલ.વાઘેલા તથા એસ.ઓ.જી પોલીસ કર્મચારીઓ, એ.એસ. આઈ.નરેન્દ્રસિંહ ઝાલા, રજાકભાઈ સોતા, પો.હેડ.કોન્સ. રધુવીરસિંહ જાડેજા, ભાવેશભાઈ ચૌધરી, તથા પો.કોન્સ દિનેશભાઈ ચૌધરી તથા મહીલા એ.એસ.આઈ શીતલબેન નાઈ, જશોદાબેન ધ્રાંગી, ભુજ શહેર પોલીસ શી ટીમ તથા ડ્રા.પો.હે.કોન્સ મહિપતસિંહ સોલંકીનાઓ જોડાયેલ હતા.

(3:22 PM IST)