News of Thursday, 18th December 2025
વિસાવદર શહેરમાં અરજદારના પડી ગયેલ રોકડ રૂ.૨૭,૫૦૦/-નો મુદામાલ અરજદારને પરત કરી પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરતી વિસાવદર પોલીસ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર :જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નીલેષ જાજડીયા સાહેબ તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા સુબોધ ઓડેદરા સાહેબનાઓ દ્વારા પ્રજા સાથે સોહાદપુર્ણ વર્તન કરી મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે એ સુત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા સુચના કરવામાં આવેલ હોય, જેથી મદદનીશ પોલીસ અધિક્ષક વિસાવદર રોહિતકુમારના માર્ગદર્શન હેઠળ વિસાવદર પો.સ્ટે.ના પો.ઇન્સ. એચ.વી.પટેલનાઓની સુચના મુજબ અરજદાર આશીષકુમાર હિતેદ્રભાઇ ચૌધરી, હાલ રહે-કાળુભાઇ સતાસીયાની વાડીયે, નાની મોણપરી ગામ, તા.વિસાવદર, મુળ રહે. નરેણ, તા.માંડવી, જી.સુરતનાઓનું રોકડ રૂપીયા ભરેલ પાકીટ વિસાવદર ટાઉનમાં મિલન હોટેલ પાસે પડી ગયેલ હોય અને જે પાકીટમાં રોકડા રૂ.૨૭,૫૦૦/- પડી ગયેલ હોય, જેથી અરજદાર વિસાવદર પોલીસ સ્ટેશન આવેલ અને પો.ઇન્સ. એચ.વી.પટેલ સાહેબે ટાઉન બીટ જમાદાર ચેતનભાઈ દેવસીભાઇ મકવાણા (પો.હેડ કોન્સ.) તથા બોદુભાઇ અબ્દુલભાઇ મોરી (પો.હેડ કોન્સ.)નાઓને તુરતજ ટાઉનમાં આવેલ મિલન હોટેલના સી.સી.ટી.વી. કેમેરા ચેક કરેલ અને સદર પડી ગયેલ પાકીટ મિલન હોટેલના પાર્કિંગમાંથી મળી આવેલ હોય, જે રોકડ રૂ.૨૭,૫૦૦/- નો મુદામાલ સહી સલામત મેળવી અરજદારને પરત સોંપેલ છે.
અરજદારને પરત કરેલ મુદામાલ
(૧) રોકડ રૂ.૨૭,૫૦૦/-
સારી કામગીરી કરનાર પોલીસ અધીકારી/કર્મચારી
વિસાવદર પો.સ્ટે.ના પો.ઈન્સ. એચ.વી.પટેલ સાહેબ, તથા પો.હેડ કોન્સ ચેતનભાઇ દેવસીભાઇ મકવાણા તથા પો.હેડ કોન્સ. બોદુભાઇ અબ્દુલભાઇ મોરી નાઓએ સાથે રહી સારી કામગીરી કરેલ છે તેમ વિસાવદર પોલીસ સ્ટેશનની યાદીમાં જણાવાયું છે.
(7:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
