તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Thursday, 18th December 2025
ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિર 9મો પાટોત્સવ અને દ્વિ-દિવસીય સંત પારાયણ ભવ્ય યોજાશે
આગામી 21 ને રવિવાર BAPS સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે 9મો પાટોત્સવ અને દ્વિ-દિવસીય સંત પારાયણનું આયોજન:આ પાટોત્સવ અને સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી બે દિવસ ખાસ લાભ આપશે

(કિશોરભાઈ રાઠોડ દ્વારા) ધોરાજી: ધોરાજી BAPS સ્વામિનારાયણ મંદિર 9મો પાટોત્સવ અને દ્વિ-દિવસીય સંત પારાયણ ભવ્ય યોજાશે
આગામી 21/12/25 ને રવિવાર BAPS સ્વામિનારાયણ મંદિર ધોરાજી ખાતે 9મો પાટોત્સવ અને દ્વિ-દિવસીય સંત પારાયણનું આયોજન કરવામાં આવેલ છે
21/12/25 રવિવારે સવારે 8 વાગ્યે પાટોત્સવની મુખ્ય મહાપુજા યોજાશે અને 11 વાગ્યે સંગીતના તાલ સાથે 500થી વધુ વાનગીનો ભવ્ય અન્નકૂટની સંગીત ના તાલ સાથે ભવ્ય આરતી યોજાશે અને સાંજે 5:00 વાગે પાટોત્સવની મુખ્ય સભા યોજાશે
સંત પારાયણમાં અમેરિકાના વિદ્વાન અને વરિષ્ઠ સંત પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી બે દિવસ ખાસ લાભ આપશે
સાંજે 7:00 વાગ્યા સુધી અન્નકોટના દર્શન કરી શકાશે અને સાત વાગ્યે સંગીતના તાલ સાથે આરતી બાદ આતશ બાજી થશે
અને 22/12/25 બીજે દિવસે સોમવારે રાત્રે 9:00 વાગે પણ પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામીની સભાનો લાભ મળશે
આ પાટોત્સવ અને દ્વિ-દિવસીય સંત પારાયણ ને સફળ બનાવવા માટે સંત નિર્દેશક શ્રી પૂજ્ય કલ્યાણમુર્તિ સ્વામી , પૂજ્ય અક્ષરમંગલ સ્વામી, ધોરાજી સમગ્ર સત્સંગ મંડળ ના ભાઈઓ બહેનો યુવકો યુવતીઓ બાળકો બાલિકાઓ ખુબજ જહેમત ઉઠાવી રહ્યા છે
આ પાટોત્સવમાં જાલણસર, ઉપલેટા, ભાયાવદર, મોટીપાનેલી,મોટીમારાડ , જમનાવડ, મજેવડી મંડળ ના હરિભક્તો પણ મોટી સંખ્યામાં લાભ લેશે
કાર્યક્રમને સફળ બનાવવા માટે ધોરાજી બીએપીએસ સ્વામિનારાયણ સત્સંગ મંડળ તેમજ મહિલા મંડળ યુવા મંડળ જહમત ઉઠાવી રહ્યું છે
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
