તા. ૨૦ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ફાગણ સુદ – ૩ શુક્રવાર
News of Thursday, 18th December 2025
"ધુરંધર" ફિલ્મમાં બલોચ સમાજ વિશેનાં નિમ્ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા અમરેલી જિલ્લામાં બલોચ મકરાણી સમાજમાં ઉગ્ર રોષ
જિલ્લા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી વાંધાજનક સંવાદ ત્વરિત દૂર કરવા રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : "ધુરંધર" ફિલ્મમાં બલોચ સમાજ વિશે નિમ્ન કક્ષાનો ડાયલોગ પ્રદર્શિત કરાતા અમરેલી જિલ્લામાં બલોચ મકરાણી સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
અફજલહુસેન બ્લોચ રહે.બોરડી,તા.ધારી, જી.અમરેલી. (મો.નં.૯૧૦૪૫ ૯૧૮૮૬)એ સમાજના આગેવાનો-કાર્યકર્ઓની ઉપસ્થિતિમાં આજે તા.૧૮-૧૨-૨૦૨૫ના રોજ જીલ્લા કલેક્ટર,જીલ્લા કલેકટર કચેરી, જીલ્લા સેવા સદન, મુ.અમરેલી, જી.અમરેલીને હાલમા રિલીઝ થયેલ ધુરંઘર ફિલ્મમા હિરો દવારા બોલાયેલ ડાયલોગ (સંવાદ)થી અમારી લાગણી દુભાયેલ હોય જે બાબતે યોગ્ય થવા આવેદનપત્ર પાઠવ્યું છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે તાજેતરમા પ્રસિધ્ધ થયેલ હિન્દી ફિલ્મ ઘુરંઘરમા એક હિરો સંજયદત દવારા બોલાયેલા એક સંવાદ મગરમચ્છ પર ભરોસા કર સકતે હે મગર બ્લોચોકા ભરોસા મત કરના એ ડાયલોગથી અમો બ્લોચ જાતિના સમુદાયની લાગણી ખુબજ દુભાયેલ છે ખરેખર અમો હિન્દુસ્તાનમા વસતા બ્લોચ સમુદાયના લોકો આ દેશને વફાદાર છીએ અને દેશ માટે જાનફેસાની કરવા પણ તૈયાર છીએ. તેમ છતાં અમારા સમુદાયની લાગણીને લક્ષમા લીધા વિના સસ્તી લોક પ્રસિધ્ધ માટે અને ફિલ્મ દવારા માત્ર કરોડો રૂપિયાનો નફો કમાવાના એકમાત્ર આશયથી અમારા જનસમુદાય વિરૂધ્ધ ગમે તેવા સંવાદો ફિલ્મી પાત્રો દવારા બોલાવવામા આવ્યા છે.જે ખરેખર અમારા સમુદાયના ઘોર અપમાન સમાન છે...આથી આ ફિલ્મમા ઉપયોગમા લેવાયેલ વાંધાજનક ડાયલોગને તાત્કાલિક અસરથી આ ફિલ્મમાથી દુર કરવો હટાવવો જોઈએ તેવી અમારા સમાજની લાગણી અને માગણી છે તેમ છતાં અમારા સમાજની લાગણીને અવગણીને જો આ સંવાદ ફિલ્મમાથી હટાવવામા નહી આવે તો આવનારા સમયમા અમો બ્લોચ સમુદાયના લોકો ગાંધી ચિંધ્યા માર્ગે આ ફિલ્મ તેના નિર્માતા તેના ડાયરેકટર તથા તેના કલાકારો વિરૂધ્ધ આંદોલન ચલાવવા અમોને ફરજ પડશે.
આથી આ આવેદનપત્ર આપી આપ સાહેબના માધ્યમથી ઉપરોકત ફિલ્મ માથી વાંધાજનક સંવાદ દુર કરવા યોગ્ય કાર્યવાહી થવા અમો બ્લોચ સમુદાયની લાગણી અને માગણી છે.
આવેદનપત્ર સુપ્રત કરતી વેળાએ અફઝલહુશેન બ્લોચ, નિસાત બ્લોચ, સોયબ બ્લોચ,સુલતાન બ્લોચ, શાહરૂખ બ્લોચ, અકિલ બ્લોચ સહિતના આગેવાનો-કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
