<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

જામનગરમાં રાજ્ય સરકાર દ્વારા રૃ.૮૫ કરોડ ફાળવાયા

મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતાઃમુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂ.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે

જામનગર : જામનગર શહેરના વિવિધ વિકાસકાર્યો કરવા માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીના હસ્તે જામનગર મહાનગરપાલીકાને ગઈકાલે બુધવારે ફક્ત રૃા. ૮૫ કરોડનો ચેક આપવામાં આવ્યો હતો.

જેમાં મેયર-કમીશનર સહિતના મહાપાલિકાના પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

જામનગર સહિત આઠેય મહાનગરપાલિકાના વિકાસના કામો ગ્રાન્ટના ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

બુધવારે બપોરે ૩ વાગ્યે ઓડા ઓડીટોરીયમ હોલ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના હસ્તે આઠેય મહાપાલીકાઓ વચ્ચે રૂ.૨,૮૦૦ કરોડની રકમના અલગ-અલગ ચેક અર્પણ સમારોહ યોજવામાં આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, શહેરી વિકાસ મંત્રી અને રાજયમંત્રી આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. જેમાં જામનગર મહાપાલીકાને સરકાર દ્વારા રૃ.૮૫ કરોડ રૃપિયા ફાળવવામાં આવ્યા હતા.જામનગર મહાનગરપાલિકા તરફથી આ કાર્યક્રમમાં જામનગરથી મેયર, ડે.મેયર, સ્ટે.ચેરમેન, શાસક પક્ષના નેતા અને દંડક તેમજ મહાનગરપાલિકાના કમિશનર હાજર રહ્યા હતા.

(9:13 PM IST)