<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

મોરબીના નવાડેલા રોડ પરની ફારૂકી મસ્જીદની દાન પેટીમાં ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ.

એક શખ્શ નમાજ કરવા આવ્યો હતો અને હાથ પગ ધોયા બાદ તે અંદર પ્રવેશ કરે છે બાદમાં આજુબાજુ કોઈ હાજર ના હોય ત્યારે દાન પેટીમાં હાથ ફેરો કરતો હતો

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :  નવાડેલા રોડ પર આવેલ મસ્જીદની દાન પેટીમાં એક ઇસમ ચોરી કરતો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે મસ્જીદમાં આવ્યા પછી કોઈ હાજર ના હોય ત્યારે દાન પેટીમાં ચોરી કરતો જોવા મળી રહ્યો છે જે ઘટનાના સીસીટીવી સામે આવતા ચકચાર મચી છે.

મોરબીના નવાડેલા રોડ પર આવેલ ફારૂકી મસ્જીદમાં એક શખ્શ નમાજ કરવા આવ્યો હતો અને હાથ પગ ધોયા બાદ તે અંદર પ્રવેશ કરે છે બાદમાં આજુબાજુ કોઈ હાજર ના હોય ત્યારે દાન પેટીમાં હાથ ફેરો કરી રહ્યો છે આ ચોરી કરવા આવેલ શખ્શ કદાચ અહી લગાવેલા સીસીટીવી કેમેરાથી વાકેફ ના હતો અને દાન પેટીમાં હાથ ફેરો કરી રહ્યો છે સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જોકે દાન પેટીમાંથી કેટલી રકમ ચોરી થઇ તે સ્પષ્ટ થયું નથી બનાવ અંગે સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

(1:19 AM IST)