હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
તળાજાના ગઢુલામાં વૃધ્ધાની મરણમુડી પ લાખ અને દાગીનાની ચોરી
વિધવા મહિલા ભાણીબેન અજાભાઇના મકાનની દિવાલમાં બાકોરૂ પાડીને તસ્કરો ત્રાટકયા

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૯: ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ગઢુલા ગામમાં રહેતા શ્રમિક દેવીપૂજક વિધવા મહિલાના ઘરને ચોરોએ રાત્રે નિશાન બનાવ્યું હતું. તસ્કરોને ખબર હતીકે આ મહિલા વિધવા અને દેખાવે ગરીબ હોવા છતાંય તેમની પાસે રોકડ પાંચ લાખ, ચાંદી અને સોનાના ઘરેણા છે. જેના કારણે તસ્કરોએ મકાનની દીવાલ તોડી, ખાતર પાડ્યું હતું.
પ્રાપ્ત થતી માહિતી મુજબ તળાજા તાલુકાના ગોપનાથ નજીક આવેલ ગઢુલા ગામે રહેતા વિધવા મહિલા ભાણીબેન અજાભાઈના મકાનની દીવાલના પાછળના ભાગેથી બાકોરું પાડી ગઈકાલ રાત્રે તસ્કરોએ ખાતર પાડ્યું હતું. વળદ્ધાએ દાવો કર્યો છેકે તેમના ઘરમાં રોકડ પાંચ લાખ રૂપિયા, દોઢેક કિલો ચાંદીના ઘરેણાં અને ત્રીસેક ગ્રામ જેટલા સોનાના ઘરેણાંની ચોરી થવા પામી છે.
તસ્કરો એ ઘરમાંથી વસ્તુઓ ચોરી ઘર થી દુર જઇ ને ન જોઈતી વસ્તુઓ ફેંકી દીધી હતી.ગામના સરપંચ ની પ્રતિક્રિયા સામે આવી હતી જેમાં તેઓએ દાઠા પોલીસ મથકે રાત્રી દરમિયાન ખાખી નો નિયમિત બંદોબસ્ત ગોઠવાય તે માટે રજુઆત કરી હતી.ગ્રામજનોની જાન માલની સુરક્ષા મામલે પોલીસે લાંબો સમય વીતવા છતાંય માંગણી સંતોષી ન હતી.
ઉલ્લેખનીય છેકે અહીં રહેતા વિધવા અને દેખાવે ગરીબ શ્રમિક લાગતા વળદ્ધા પાસે માતબર રોકડ રકમ,ચાંદી સોનાના દાગીના હોય તે બાબત કોઈ જાણીતા વ્યક્તિઓનેજ ખબર હોવાનું માનવામાં આવે છે.(૨.૫)
વળદ્ધાએ રડતા રડતા કહ્યું પોલીસ...
વળદ્ધાના ઘરમાં તસ્કરોએ હાથફેરો કરી માતબર રોકમની ચોરી કરી છે.જે ચોરી થઈ છે તે વળદ્ધાની મરણ મૂડી હતી. વળદ્ધા એ રડતા રડતા પોલીસને વિનંતી કરી હતીકે મારી ચોરાયેલ રોકડ અને ઘરેણાં પરત લાવી આપે.(૨.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
