<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ગુરૂવારે જુનાગઢમાં ડો. સુભાષ ફાઉન્‍ડેશનની શૈક્ષણિક સંસ્‍થાઓનો વાર્ષિકોત્‍સવ આર્મીથીમ પર ઉજવાશે

શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગા સેનાના નિવૃત બ્રિગેડીયર ઉપસ્‍થિત રહેશે આહિર રત્‍નોનું સનમાન સહિત વિવિધ કાર્યક્રમ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૧૯: સેવા સાધના અને સંસ્‍કારની તપોભૂમિ એવા ગરવા ગિરનારની ગોદમાં આવેલી ઐતિહાસિક નગરીના અગ્રણી કેળવણીકાર પેથલજીભાઇ ચાવડા નિર્મીત ડો. સુભાષ ફાઉન્‍ડેશન જુનાગઢ સંલગ્ન વિવિધ શૈષણિક સંસથાઓ અભ્‍યાસેતર પ્રવૃતિના ભાગરૂપે આગામી તા. રપ ડીસે. ને ગુરૂવારના રોજ વાર્ષિકોત્‍સવ ડો. સુભાષ રંગભવન ડો. સુભાષ એકેડમી જુનાગઢ ખાતે ઉજવનાર છે.

આ સંસ્‍થાના વડા જવાહરભાઇ ચાવડા એ જણાવ્‍યું હતુ કે ભારતીય સેનાના જવાનોને બિરદાવવા માટે આ વર્ષે આર્મી થીમ પર વાર્ષિકોત્‍સવ ઉજવાશે આ પ્રસંગે સમાજને ગૌરવ અપાવનાર આહિર રત્‍નોનું સન્‍માન પણ કરવામાં આવનાર છે.

ગુરૂવારે સવારે ૯ કલાકે કાર્યક્રમનું ઉદઘાટન બ્રિગેડિયર નિરવકુમાર રાયજાદા કરશે અને અધ્‍યક્ષ સ્‍થાને શિક્ષણમંત્રી ત્રિકમભાઇ છાંગા બિરાજશે તેમજ મુખ્‍ય મહેમાન તરીકે બ્રિગેડીયર સુશીલ વિશ્વાસ કર્નલ અમીત ત્‍યાગી, કર્નલ શ્રેયસ મેહતા, કમાન્‍ડર પવનકુમાર, કેપ્‍ટન યોગેન્‍દ્રસિંહ યાદવ ઉપસ્‍થિત રહેશે તેમજ આહિર રત્‍ન ત્રિકમભાઇ છાંગા કેપ્‍ટન યોગેન્‍દ્રસિંધ યાદવ શહિદવીર ભરતભાઇ ભેટારીયા ના ધર્મ પત્‍ની વીરનારી અર્ચિતાબેનનું સન્‍માન કરાશે રાત્રે ૯ કલાકે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાશે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જવાહરભાઇ પી. ચાવડા, રાજ ચાવડા અને ડો. સુભાષ પરિવાર જહેમત ઉઠાવી રહયો છે

(10:45 AM IST)