<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

પતંગ ઉડાડતી વખતે અગાસીએથી પટકાતાં ૧૦ વર્ષના ઇશ્વરનું મોત

ગોંડલમાં ઉંબાળા રોડ પરની વાડીમાં બનાવ : મુળ એમપીના મજૂર પરિવારે લાડકવાયો ગુમાવતાં ગમગીની

 

રાજકોટ તા. ૧૯: ગોંડલમાં આવેલા ઉંબાળા રોડ પર રમણીકભાઇ ગજેરાની વાડીમાં રહી મજૂરી કરતાં મુળ મધ્‍યપ્રદેશના મજૂર દંપતિનો દસ વર્ષનો પુત્ર વાડીએ આવેલા રૂમની અગાસી પર પતંગ ઉડાડતી વખતે પડી જતાં ગંભીર ઇજા થતાં તેનું મોત થયું છે.

જાણવા મળ્‍યા મુજબ એમપીનો રતન ડાવર પોતાના પત્‍નિ, પુત્ર ઇશ્વર (ઉ.વ.૧૦) અને દિકરી સાથે ગોંડલમાં રમણીકભાઇની વાડીમાં રહી મજૂરી કરે છે. રતનનો દિકરો ઇશ્વર ગત ૧૨મીએ બપોરે વાડીમાં આવેલા રૂમની અગાસી પર ચડી પતંગ ચડાવતો હતો. આ વખતે બેલેન્‍સ ગુમાવતાં છત પરથી પટકાતાં ગંભીર ઇજા થતાં ગોંડલ સારવાર માટે દાખલ કરાયો હતો. ત્‍યાંથી રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ગત રાતે મોત થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે જાણ કરતાં ગોંડલ તાલુકા પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. (૧૪.૫)

(10:54 AM IST)