હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
વાળ કપાવવા નીકળેલા ધીરેન તિવારીનું બાઇક સહિત ટ્રકની ઠોકરે ચડતાં મોત
વાંકાનેરના લાકડધાર ગામ પાસે હિટ એન્ડ રન : મુળ યુપીનો યુવાન રફાળેશ્વર રહી કંપનીમાં નોકરી કરતો હતોઃ સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧૯: હિટ એન્ડ રનના વધુ એક બનાવમાં એક પરિવારના આધારસ્તંભ યુવાનનું મોત થયું છે. વાંકાનેરના લાકડધાર પાસે ટ્રકનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇકચાલક રફાળેશ્વરમાં રહેતાં મુળ યુપીના યુવાનનું ગંભીર ઇજા થતાં મોત થયું છે.જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રફાળેશ્વર ખાતે રહેતો અને કંપનીમાં કામ કરતો મુળ યુપીનો ધીરેનભાઇ ચુન્નુલાલ તિવારી (ઉ.વ.૪૦) ૧૬મીએ બપોરે સાડા ત્રણેક વાગ્યે બાઇક હંકારી રફાળેશ્વરથી વાંકાનેર તરફ વાળ કપાવવા માટે જતો હતો ત્યારે રસ્તામાં લાકડધાર પાસે ટ્રકના ચાલકે ઠોકરે ચડાવતાં બાઇક સહિત ફેંકાઇ જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને વાંકાનેર સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ આજે સવારે મોત થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.
મૃત્યુ પામનાર ધીરેનભાઇ ત્રણ ભાઇ અને ત્રણ બહેનમાં નાનો હતો. વર્ષોથી તે રફાળેશ્વર રહેતો હતો અને કંપનીમાં કામ કરતો હતો. તેને સંતાનમાં એક દિકરો છે. હોસ્પિટલ ચોકીના ર્સ્ટાફે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. (૧૪.૫)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
