હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Friday, 19th December 2025
કોટડાસાંગાણીના નવઘણ ચોરામાં શૈલેષ અને દિકરી સજેલ પર કાકા-ભાઇનો ધોકાથી હુમલો
સોળ વર્ષની દિકરી સાથે ગાળાગાળી ઝઘડો થતો હોઇ પિતા વચ્ચે પડતાં તેને પણ મારકુટઃ બંને રાજકોટ સારવાર હેઠળ

રાજકોટ તા. ૧૯: કોટડાસાંગાણીના નવઘણચોરા ગામે રહેતાં શૈલેષભાઇ લક્ષમણભાઇ વાઘેલા (ઉ.વ.૩૫) ઉપર તેના જ કાકા ધનજીભાઇ અને કાકાના દિકરા ભાઇ અનિલે ધોકાથી હુમલો કરી માર મારતાં માથામાં ઇજા થઇ હતી. દિકરી સેજલ શૈલેષભાઇ વાઘેલા (ઉ.વ.૧૬) વચ્ચે પડતાં તેને પણ માથામાં ધોકા ફટકારી દેવાતાં લોહીલુહાણ થઇ ગઇ હતી. પિતા-પુત્રી બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે લોધીકા પોલીસને જાણ કરી હતી.
શૈલેષભાઇ છુટક મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે જણાવ્યું હતું કે મારી દિકરી સેજલ સાથે મારા કાકા ધનજીભાઇ અને તેનો દિકરો અનિલ માથાકુટ કરતાં હોઇ ગાળો દેતાં હોઇ પોતે સમજાવવા જતાં પોતાના ઘર ધોકાથી હુમલો થયો હતો. દિકરી વચ્ચે પડતાં તેને પણ ધોકાના ઘા મારી દેવાયા હતાં. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે. (૧૪.૫)
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
