News of Friday, 19th December 2025
વેરાવળમા કચરો વિણતા દેવીપૂજક યુવકની હત્યા
વહેલી સવારે ૪ વાગ્યે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થતા પુના બાબુભાઇ સોલંકીને મોતને ઘાટ ઉતારી દીધો

(દિપક કક્કડ દ્વારા) વેરાવળ, તા.૧૯: વેરાવળ સુભાષ રોડ ઉપર વ્હેલીસવારે કચરો વીણવા માટે દેવીપુજક જતા આવતા હોય છે તેમાં અંદરો અંદર ઝગડો થતા બોથડ પદાર્થ મારી હત્યા કરેલ છે હત્યા કરનારની શોધખોળ હાથ ધરાઈ છે.વેરાવળ સુભાષ રોડ ઉપર વ્હેલીસવારે ૪ વાગ્યા ના અરસામાં અનેક દેવીપુજકો કચરો વીણવા જતા હોય છે તેમાં મફતીયાપરામાં રહેતા પુના ભાઈ બાબુભાઈ સોલંકી ગયેલ હોય તેની સાથે કોઈ બોલાચાલી કરી બોથર્ડ પદાર્થ મારી દેતા ધટના સ્થળે તેનું મળત્યુ થયેલ હતું આ બનાવની પોલીસને સવારે ૬ વાગ્યામાં જાણ થતા બનાવ ના સ્થળે પહોચેલ હતી અને તેને મળતદેહ પી.એમ માટે ખસેડેલ છે પ્રાથમીક તપાસ માં જણાવેલ હતું કે લાકડા વડે હુમલો કરી ને હત્યા કરાયેલ હોય હત્યા કરનાર કોણ છે તેની તપાસ ચાલુ છે અને હત્યારો ઝડપાય જશે તેમ જણાવેલ હતું
(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
