<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

બેટ દ્વારકામાં દર્શન, પર્યટન અને સંસ્‍કળતિનો સંગમ રચવા તડામાર તૈયારીઓ

બેટ દ્વારકાના Holistic Development માટે જમીન સંપાદન અંગે જાહેરનામું

(આલાપ ભરતભાઈ બારાઈ દ્વારા) ઓખા તા. ૧૯: ભગવાન શ્રીકળષ્‍ણના નિવાસસ્‍થાન તરીકે વિશ્વવિખ્‍યાત પવિત્ર ભૂમિ બેટ દ્વારકામાં આવનાર દિવસોમાં વ્‍યાપક અને સર્વાંગી (Holistic) વિકાસ યોજનાનો અમલ થવાનો છે. આ યોજનાના ભાગરૂપે કોરિડોર વિકાસ તથા સમગ્ર બેટ દ્વારકાને Holistic Island Development તરીકે વિકસાવવા માટે મહેસૂલ વિભાગ દ્વારા જમીન સંપાદન સંબંધિત   જાહેરનામું બહાર પાડવામાં આવ્‍યું છે.

આ જાહેરનામા અંતર્ગત બેટ દ્વારકા વિસ્‍તારમાં આવેલા મંદિર પરિસરની આસપાસની દુકાનો, રહેણાંક મકાનો તથા જરૂરી માળખાકીય સુવિધાઓનો પણ યોગ્‍ય રીતે સમાવેશ કરવામાં આવશે, જેથી વિકાસ કાર્ય સુવ્‍યવસ્‍થિત, આયોજનબદ્ધ અને ભવિષ્‍યલક્ષી બની શકે.

જમીન સંપાદન માટે સમાવિષ્ટ વિગતો

સિટી સર્વે નં.: ૧, ૬, ૨૧, ૨૨, ૨૩, ૨૭, ૨૮, ૩૩, ૩૩P1, ૩૫, ૯૯૨, ૯૯૩, ૯૯૪, ૧૦૦૭, ૧૦૦૮, ૧૨૧૭, ૧૨૧૮, ૧૨૧૯, ૧૨૨૦, ૧૨૨૭, ૧૨૨૮, ૧૨૨૯

સર્વે નં. ૨૭, ૨૮, ૮૭, ૮૯, ૯૮, ૯૯, ૪૦૪, ૪૦૯

(વિસ્‍તાર : Ha. Are. Sq. Mtr.)

૧-૮૨-૧૯.૯૫ કુલ વિસ્‍તાર સંપાદન માટે

પ્રસ્‍તાવિત મુખ્‍ય વિકાસ કાર્યો

આ Holistic Island Development યોજનાના અંતર્ગત બેટ દ્વારકામાં આવનાર સમયમાં નીચે મુજબના મહત્‍વપૂર્ણ વિકાસ કાર્યો હાથ ધરવામાં આવશે.

૧. બેટ દ્વારકાધીશ મંદિર વિકાસ, ૨. હનુમાન દાંડી મંદિર વિકાસ, ૩. શંખનારાયણ મંદિર વિકાસ, ૪. નોર્થ બીચ વિકાસ, ૫. વ્‍યૂઇંગ ગેલેરીનું નિર્માણ

આ સમગ્ર વિકાસ યોજનાનો મુખ્‍ય હેતુ બેટ દ્વારકાને માત્ર પર્યટન કેન્‍દ્ર તરીકે નહીં પરંતુ આધ્‍યાત્‍મિક, સાંસ્‍કળતિક અને ધાર્મિક ઊર્જાના વૈશ્વિક કેન્‍દ્ર તરીકે વિકસાવવાનો છે. અહીં શક્‍તિ સાથે ભક્‍તિનો અનોખો સંગમ સર્જાશે, જ્‍યાં બેટ દ્વારકાની પવિત્ર ધરતી પર પગ મૂકતાં જ કણ-કણમાં ભગવાન શ્રીકળષ્‍ણની દિવ્‍ય ઉપસ્‍થિતિનો અનુભવ થશે. આ Holistic Development યોજનાથી સ્‍થાનિક નાગરિકોને રોજગારની નવી તકો મળશે તેમજ વિસ્‍તારના વેપાર, પર્યટન અને આર્થિક પ્રવળત્તિઓમાં નોંધપાત્ર વળદ્ધિ થશે. વિકાસ પ્રક્રિયામાં પર્યાવરણ સંરક્ષણને વિશેષ પ્રાધાન્‍ય આપવામાં આવશે અને દ્વીપની કુદરતી સુંદરતા અખંડિત રહે તે માટે વૈજ્ઞાનિક અને સંતુલિત આયોજન અમલમાં મૂકવામાં આવશે.

યાત્રિકો અને પર્યટકો માટે સુવ્‍યવસ્‍થિત માર્ગ, આધુનિક સુવિધાઓ, સ્‍વચ્‍છતા, સુરક્ષા તથા પરિવહન વ્‍યવસ્‍થાઓને વધુ મજબૂત બનાવવામાં આવશે. આ યોજના પૂર્ણ થતાં બેટ દ્વારકા દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ અને પર્યટકો માટે એક આગવું આધ્‍યાત્‍મિક આકર્ષણ કેન્‍દ્ર બનશે તથા ગુજરાતની સાંસ્‍કળતિક ગૌરવગાથાને નવી ઊંચાઈ આપશે.

(11:50 AM IST)