<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ધોરાજીના ફરેણીમાં શિક્ષાપત્રી દ્વિશતાબ્‍દી મહોત્‍સવની ઉજવણી

શાસ્ત્રી પૂ. બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીના વ્‍યાસાસને કથા યોજાઇ : હરિભકતોએ લાભ લીધો

(ધર્મેન્‍દ્ર બાબરીયા દ્વારા) ધોરાજી, તા. ૧૯ :  ધોરાજી તાલુકાના નાનકડા ફરેણી ગામ મહામંત્ર પ્રાગટયપીઠ શ્રી સ્‍વામિનારાયણ હનુમાનજી મંદિર તથા શ્રી સહજાનંદ સંસ્‍કારધામ મહામંત્ર પીઠ-ફરેણી દ્વારા -મહામંત્ર ના રર૪ માં પ્રાગટયોત્‍સવ અંતર્ગત તા. ૧ર ડિસેમ્‍બર થી ૧૬ ડિસેમ્‍બર, રઢરપ દરમિયાન શિક્ષાપત્રી પ્રાગટય દ્વિશતાબ્‍દી મહોત્‍સવ તથા આચાર્ય સ્‍થાપન દ્વિશતાબ્‍દી મહોત્‍સવ ધામધૂમથી ઉજવાઇ ગયો. શિક્ષાપત્રી ભાષ્‍યની કથાના વકતા પદે વચનામૃત મર્મજ્ઞ પ.પૂ. સદશાસ્ત્રીબાપુ  શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીએ વ્‍યાસાસને આરૂઢ થઇને કથામૃત રસપાન કરાવ્‍યું.

પાંચ દિવસ દરમિયાન કથાવાર્તા ઉપરાંત અનેક વિધિ સામાજિક  ધાર્મિક-આધ્‍યાત્‍મિક, શૈક્ષણિક તેમજ જીવન ઘડતર લક્ષી સાંસ્‍કૃતિક કાર્યક્રમો થયા જેમાં મુખ્‍યત્‍વે વિશ્વકલ્‍યાણ અર્થે શ્રી હરિયાગ (યજ્ઞ), પોથીયાત્રા, શિક્ષાપત્રી પુજન, રાજોપચાર પૂજન, દિવ્‍ય અભિષેક તથા અન્નકૂટ દર્શન, ફ્રુટકોટ દર્શન, બ્‍લક ડોનેશન કેમ્‍પ, બાલમંચ-યુવામંચ- મહિલા મંચ ઔદિય કાર્યક્રમો યોજાયો. રકતદાન કેમ્‍પમાં રરપ ઉપરાંત બોટલ રકત એકત્ર કરાયું અને બ્‍લડ બેંકમાં અર્પણ થયું.

મહોત્‍સવના સંપ્રદાયના વડતાલ, ગઢપુર, જુનાગઢ, ધ્રાંગધ્રા, રાજકોટ ભૂપેન્‍દ્ર રોડ, રાજકોટ બાલાજી મંદિર, વંથલી, પીપલાણા, ખીરસરા, ઉપલેટા, જામજોધપુર, ધોરાજી, સરધાર, કાલવાણી, કારિયાણી, કરિયાણા, ધંધુધકા, હરિપાળા, વધાસીયા, દ્વારકા, બગસરા, અમરેલી, લોયાધામ, હરિદ્વાર, વાતસવલ્‍યધામ જૂનાગઢ, એસજીવીપી છારોડી-અમદાવાદ. આદિક ધામધમથી સંતો પધાર્યા જેમની અમૃતવાણીનો લાભ હજારો હરિભકતોએ લીધો. ધામધમથી સાખ્‍યયોગી માતાઓ પણ પર્ધાયા હતા. પૂર્વ સાંસદ શ્રી રમેશભાઇ ધડૂક, પૂર્વમંત્રી જવાહરભાઇ ચાવડા, મંત્રી જયેશભાઇ રાદડિયા, આદિક મહાનુભાવો પણ પધાર્યા હતા.

એકંદરે ગુજરાત, મહારાષ્‍ટ્ર, રાજસ્‍થાન, દિલ્‍હી, કર્ણાટક આદિક રાજયોમાંથી તેમજ અમેરિકા, કેનેડા, યુ.કે., ઓસ્‍ટ્રેલિયા, દુબઇ આદિક વિદેશથી હજારો ભકતોએ મહોત્‍સવમાં ભોજનપ્રસાદ, કથાવાર્તા તેમજ સદ્‌્‌રામાનંદ સ્‍વામી આર્ટગેલેરી- શ્રી સ્‍વામિનારાયણ હવેલી દર્શનનો લાભ લીધો  અને ધન્‍ય બન્‍યા.

શ્રી સ્‍વામિનારાયણ ભગવાનની કૃપા અને વડતાલ ગાદીપતિ પ.પૂ. ધ.ધૂ. ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ તેમજ પ.પૂ. સદ્‌્‌. જોગી સ્‍વામી મહારાજના આશીર્વાદ સાથે પ.પૂ. સદ્‌્‌.શાષાી શ્રી બાલકૃષ્‍ણદાસજી સ્‍વામીની પ્રેરણાથી ઉજવાયેલ મહોત્‍સવનું સમાપન શાકોત્‍સવ સાથે થયું. મહોત્‍સવની દિવ્‍ય સ્‍મૃતિઓ હૃદયસ્‍થ કરી ભાવિકો આધ્‍યત્‍મિક સંતોષ સાથે પોતપોતાના સ્‍થાને પધાર્યા હતા.

 

(11:53 AM IST)