પોરબંદરના પત્રકાર વિપુલ ઠકરારના સુપુત્રની સિધ્ધીઃ દિક્ષિત ઠકરારની ‘‘ન્યુઝ રૂમ ગુજરાત '' ચેનલનું સોમવારે લોન્ચીંગ
ભૂપેન્દ્રભાઇ પટેલ, હર્ષ સંધવી, સી.આર. પાટીલ સહિતના ઉપસ્થિત રહેશે : ‘‘હું તો બોલીશ'' ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ ડોકયુમેન્ટ્રી લોન્ચીંગ કરાશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૮ : પોરબંદરના જાણીતા પત્રકાર વિપુલભાઇ ઠકરારના સુપુત્ર દિક્ષિતભાઇ ઠકરારે અમદાવાદમાં રહીને ડિઝીટલ પ્લેટફોર્મ બાદ હવે નવી ન્યુઝ ચેનલ ‘‘ન્યુઝ રૂમ ગુજરાત '' શરૂ કરી રહ્યા છે. જેનો લોન્ચીંગ કાર્યક્રમ તા. રર ડિસેમ્બરે ગાંધીનગરના કોબા ખાતે યોજાયો છે. આ નવી ચેનલમાં દિક્ષિત ઠકરાર સાથે સહભાગીદાર કિશન કાંટલીયા પણ છે.
તા. રર ને સોમવારે સાંજે ૬:૩૦ વાગ્યે જે.એસ. પટેલ ક્રિકેટ ગ્રાઉન્ડ કોબા સર્કલ, ગાંધીનગર ખાતે યોજાનારા ‘‘ન્યુઝરૂમ ગુજરાત'' ચેનલના લોન્ચીંગમાં મુખ્ય અતિથી ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અતિથી વિશેષ નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, કેન્દ્રીય જળશકિત મંત્રી સી.આર. પાટીલ ઉપસ્થિત રહેશે.
આ તકે ‘‘હું તો બોલીશ'' ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ રોનક પટેલ ડોકયુમેન્ટ્રી લોન્ચીંગ કરવામાં આવશે.
ઉપસ્થિત રહેવા પોરબંદરના પનોતા પુત્ર અને પોરબંદરનું ગૌરવ વધારનાર ‘‘ન્યુઝ રૂમ ગુજરાત''ના સંપાદક દિક્ષિત ઠકરાર, કિશન કાંટલીયા, ભગીરથ નારણભાઇ પટેલે આમંત્રણ પાઠવ્યું છે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
