હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સાયબર ફ્રોડના ૩.૪૨ કરોડ ઉપાડી સગેવગે કરનાર ભેસાણનો શખ્સ ૨ દિવસના રિમાન્ડ પર
રકમ ક્યાં વાપરી સહિતના મુદે પૂછપરછ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૧૯: સાયબર ફ્રોડના ૩.૪૨ કરોડ ઉપાડી સગેવગે કરનાર ભેસાણના શખ્સને પોલીસે ૨ દિવસના રિમાન્ડ પર વિવિધ મુદે પૂછપરછ હાથ ધરી છે. યશ બેંક જૂનાગઢમાં સોમનાથ એન્ટરપ્રાઇઝ નામનું એકાઉન્ટ ધરાવતા મૂળ ચણાકાના અને હાલ ભેસાણ રહેતા નિકુંજ જમનભાઈ ડોબરીયાના બેંક ખાતા પર પોર્ટલના માધ્યમથી ૮૯ લોકોએ ફ્રોડની ૯૧ ફરીયાદ કરી હતી. બેંક એકાઉન્ટમાં ફ્રોડથી મેળવેલ રૂપિયર્ાી ૩,૪૨,૩૭,૮૮૪ નિકુંજ ડોબરીયાએ પોતાના બેંક ખાતામાંથી ઉપાડી લઈ રકમ સગેવગે કરી નાંખી હોવાનું તપાસમાં ખુલતા બુધવારે ભેસાણ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી. ગુરુવારે પીઆઈ વણઝારાએ શખ્સને તપાસના ૮ મુદ્દે ૫ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજૂ કર્યો હતો. અદાલતે ૨૦ ડિસેમ્બર શનિવાર સુધી ૨ દિવસના રિમાન્ડ મંજૂર કરતા આરોપી નિકુંજ ડોબરીયાએ પોતાના બેંક ખાતામાં મેળવેલી સાયબર ફ્રોડની રકમ ઉપાડી ક્યાં સગેવગે કરી, સાથે કોની કોની સંડોવણી છે સહિતના મુદે પૂછપરછ, તપાસ હાથ ધરી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
