<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અપહરણ, રાયોટ અને એટ્રોસીટીના ગુનામાં ફરાર હુસેન જામનગરથી પકડાયો

પેરોલ ફરલો સ્‍કોડના પીએસઆઇ. જે.જી. તેરૈયા તથા ટીમે દબોચ્‍યો

રાજકોટ, તા.૧૯: પ્રધ્‍યુમનનગર પોલીસ મથકમાં અપહરણ, રાયોટ અને એટ્રોસીટીના ગુનામાં નાસતા ફરતા શખ્‍સને પેરોલ ફરલો સ્‍કોડની ટીમે જામનગરથી ઝડપી લીધો છે.

મળતી વિગત મુજબ શહેરના અલગ-અલગ વિસ્‍તારમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે પોલીસ કમિશનર શ્રી બ્રજેશકુમારનની સૂચનાથી પેરોલ ફરલો સ્‍કોડના પી.આઇ.બી.એમ. ઝણકાટ તથા ઇન્‍ચાર્જ પી.આઇ.બી.ટી. અકબરીના માર્ગદર્શન હેઠઇ પી.એસ.આઇ. જે.જી. તેરૈયા સ્‍ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્‍યારે પ્રનગર પોલીસ મથકના નોંધાયેલા અપહરણ, રાયોટ અને એટ્રોસીટીના ગુનામાં ફરાર શખ્‍સ જામનગરમાં હોવાની બાતમી મળતા પેરોલ ફરલો સ્‍કોડની ટીમે હુસેન જુરમહંમદભાલઇ માજોઠી (ઉ.વ.૩૯) (રહે. રેલનગર સોસાયટી ગુજરાત હાઉસિંગ બોર્ડ ઝાંસીની રાણી ટાઉનશીપ) ને જામનગરથી પકડી લીધો હતો.

પોલીસની પુછપરછમાં આરોપી હુસેન બે મહિના પહેલા તેની પત્‍ની અને સાળા સહિત ચાર શખ્‍સે યુવાનનું સિવિલ હોસ્‍પિટલ ચોક માંથી રીક્ષામાં અપહરણ કરી રેલનગરમાં લઇ જઇ જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરી મારમાર્યો હતો. બાદ તે બે મહિનાથી ફરાર થઇ ગયો હતો. આ કામગીરી પીેએસઆઇ જે.જી. તેરૈયા તથા એ.એસ.આઇ. વિનોદભાઇ બેરડીયા, લાલજીભાઇ ડાંગર પો.હેડ કોન્‍સ. જયદિપસિંહ બોરાણા, તેજનભાઇ ચાવડા, પો. કોન્‍સ. દિનેશભાઇ વાળા તથા ડ્રા.પો. કોન્‍સ. દોલતસિંહ રાઠોડ કરી હતી.

(12:26 PM IST)