તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
ગિરનાર ઉપર ૬.૬ ડિગ્રી ઠંડી
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસરમાં વધઘટ

રાજકોટ, તા., ૧૯ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીની અસર યથાવત છે. આજે ગિરનાર પર્વત ઉપર ૬.૬ ડિગ્રી, અમરેલી ૧૧.ર, નલીયા ૧૪.૮, રાજકોટમાં ૧પ ડીગ્રી ઠંડી નોંધાઇ છે.
જુનાગઢ
(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : આજે જુનાગઢ શહેરમાં ઠંડીનો ચમકારો રહ્યો હતો તેના પગલે ગિરનાર પર્વત પર લઘુત્તમ તાપમાન ઘટીને ૬.૬ ડીગ્રી નોંધાયું હતું.
જૂનાગઢમાં ગઈકાલે લઘુતમ તાપમાન વધીને ૧૫.૭ ડીગ્રી નોંધાયું હતું અને આજે પારો ત્રણ ડીગ્રીથી વધારે નીચે ઉતરીને ૧૨.૫ ડિગ્રીએ સ્થિર થતા ફરી ઠંડીનું મોઢું ફરી વળ્યું હતું.
ગિરનાર પર્વત ઉપર પણ લઘુતમ તાપમાન ઘટતા સવારે ૬.૬ ડિગ્રી ઠંડી રહેતા પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા.
આજે ઠંડી વધવાની સાથે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૨ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૨.૨ કિમીની રહી હતી.
જામનગર
(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : બાજરા સંશોધન કેન્દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત નીચે મુજબ છે. લઘુતમ તાપમાન ૧પ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦ ડીગ્રી, ભેજનું પ્રમાણ ૬પ ટકા, પવનની ગતી ૩.૭ કી.મી. રહી હતી. (૪.૯)
કયાં કેટલી ઠડી
શહેર લઘુતમ તાપમાન
અમદાવાદ ૧૪.ર ડીગ્રી
અમરેલી ૧૧.ર ડીગ્રી
બરોડા ૧૧.૨ ડીગ્રી
ભાવનગર ૧૪.૦ ડીગ્રી
ભુજ ૧૬.૧ ડીગ્રી
દમણ ૧૩.૦ ડીગ્રી
ડીસા ૧૩.૬ ડીગ્રી
દીવ ૧૬.૩ ડીગ્રી
દ્વારકા ર૦.૦ ડીગ્રી
ગાંધીનગર ૧૩.પ ડીગ્રી
જામનગર ૧૫.૦ ડીગ્રી
કંડલા ૧૭.૪ ડીગ્રી
નલીયા ૧૪.૮ ડીગ્રી
ઓખા ર૧.૧ ડીગ્રી
પોરબંદર ૧૬.૪ ડીગ્રી
રાજકોટ ૧૫.૦ ડીગ્રી
સુરત ૧૮.૧ ડીગ્રી
વેરાવળ ૧૭.૯ ડીગ્રી
(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
