<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

જામનગરના ધુવાવ પાસે બાઇક અને ફોર્ચ્‍યુનર કાર વચ્‍ચે અકસ્‍માતમાં યુવકનુ મોત : ૨ને ઇજા

 

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૯: જામનગર રાજકોટ હાઇવે પર ધુવાવ નજીક બાઈક અને ફોર્ચ્‍યુંનર કાર વચ્‍ચે ગંભીર અકસ્‍માત સર્જાયો હતો. આ અકસ્‍માતમાં બાઈક સવાર એક યુવાનનું ઘટના સ્‍થળે જ મોત નિપજ્‍યું હતું. જ્‍યારે અકસ્‍માતમાં ઘાયલ થયેલા બે લોકોને તાત્‍કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યા હતા.

અકસ્‍માતની જાણ થતા જ પોલીસ અને ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સ ઘટના સ્‍થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બનાવ અંગે પોલીસે દોડી જઈ ટ્રાફિક ઓછો કરાવી વધુ તપાસ હાથ ધરી છે.(તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:22 PM IST)