<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમ ધારીની સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટ : અમરેલી જિલ્લાના ધારી મુકામે નબાપરા પાસે શેત્રુંજી નદીને કાંઠે પાર્વતી પરમેશ્વરધામ શ્રી જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમ દ્વારા છેલ્લા ૪૦ વર્ષોથી ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને આરોગ્‍યની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓનું સંચાલન થાય છે. દર શનિવારે સાંજે હનુમાન ચાલીસાના સમૂહપાઠ,દર માસની સુદ પૂનમે (શુકલ પૂર્ણિમાએ) વ્રતની પૂનમ ભરવાનું થાય.

અત્રે એ નોંધનીય છે કે પ૦૦ વર્ષો પૌરાણિક શિવલિંગની સાથે પ્રાણપ્રતિષ્‍ઠા સંપન્ન શિવપાર્વતીના સજોડે મૂર્તિમંત સ્‍વરૂપના દર્શન થતાં હોય તેવુ આ અજોડ શિવ મંદિર છે. શ્રી ગિરધરબાપા ભટ્ટજી તથા બ્રહ્મલીન ભાગવતાચાર્ય શ્રી મનહરલાલજી મહારાજના આજીવન તપના પ્રભાવથી સિદ્ધ આ પાવન જગ્‍યામા ભાવિકો અનેરી શાતા મેળવે છે. સર્વે ભાવિકોને જીવનમુકતેશ્વર મહાદેવ આશ્રમના સેવક ડો. કૃષ્‍ણકુમાર શાસ્ત્રીએ અનુરોધ કરેલ છે. 

(2:15 PM IST)