હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
કચ્છના મુન્દ્રાના બાર એસોસિએશનના પ્રતિષ્ઠાભર્યા જંગમાં પ્રમુખ પદ્દે જનક સોલંકીનો અને ઉપ પ્રમુખ પદ્દે મહમદ બિલાલ ખત્રીનો વિજય
મુન્દ્રા બારના પ્રમુખ પદ માટે જનક સોલંકી, કૈલાશદાન ગઢવી, રેનીશ રાવ એમ ત્રિપાંખિયો જંગ યોજાયો હતો

(વિનોદ ગાલા દ્વારા ) ભુજ : કચ્છના મુન્દ્રાની બાર એસોસિયેશનની પ્રતિષ્ઠા ભરી ચુંટણીમાં પ્રમુખ પદે જનકભાઈ મુળજીભાઈ સોલંકી જ્યારે ઉપ પ્રમુખ પદે મહંમદ બિલાલ ખત્રી તેમ જ લાયબ્રેરીયન પદે પ્રવિણભાઈ ગોરડિયાનો ભવ્ય વિજ્ય થયો હતો. પ્રમુખ પદ માટે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. મુન્દ્રા કોર્ટમાં ઈ સેવા કેન્દ્રમાં મુન્દ્રા બાર એસોસિયેશનની ચૂંટણી યોજાઈ હતી. જેમાં મુન્દ્રા બારના પ્રમુખ પદ માટે જનક સોલંકી, કૈલાશદાન ગઢવી, રેનીશ રાવ એમ ત્રિપાંખિયો જંગ યોજાયો હતો. મુન્દ્રા બારની ચૂંટણી માં ચૂંટણી અધિકારી સુનિલ મહેતા અને ભૌમિક ભટ્ટએ જણાવ્યું હતું કે ઉપપ્રમુખ માટે મહમદ બિલાલ ખત્રી અને દુર્ગા બેન ગોર ઉમેદવાર હતા.
આજે સવારે કોર્ટ પરિસરમાં ઈ સેવા કેન્દ્રની આજુબાજુ ઠંડીની સીઝનમાં વકીલોની ચૂંટણીને લઈને માહોલમાં ગરમાવો આવ્યો હતો.ચૂંટણી દરમ્યાન મુન્દ્રાના ધારાશાસ્ત્રીઓ વિશ્રામ ગઢવી, પ્રવીણચંદ્ર ગણાત્રા, રવિ મહેશ્વરી, વિજયસિંહ જાડેજા, કૈલાશદાન ગઢવી, જનક સોલંકી, હનીફ જત, કાનજી સોંધરા, ભાવનાબેન બારોટ, શ્યામ સોધમ, નારાણ કાનાણી, સહિતના કુલ ૧૭૪ વકીલોએ મતદાન કરતા સો એ સો ટકા મતદાન થયું હતું. બપોરે મુન્દ્રા કોર્ટ ના ઈ સેવા કેન્દ્ર માં ચૂંટણી ની મત ગણતરી યોજાઈ હતી. ચૂંટણી અધિકારી તરીકે સુનિલ મહેતા, ભૌમિક ભટ્ટ, રૂપેશ રાવલ રહ્યા હતા. વકીલો ની ચૂંટણી સમયે શારીરિક તકલીફ ધરાવતા દિવ્યાંગ રામજીભાઈ ચૂઈયા મતદાન કરવા મતદાન મથકે પહોંચ્યા હતા અને લોકશાહી ની પવિત્ર ફરજ બજાવી હતી. (તસ્વીરો: રાજ સંઘવી, મુન્દ્રા)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
