<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

મોરબી બાર એસોસીએશનના જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણીનું પરિણામ જાહેર.

જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા થયા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી બાર એસોસિએશનમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સેક્રેટરી, ટ્રેઝરર અને મહિલા રિપ્રેઝન્ટેટિવ અને કારોબારીમાં મહિલા પદ બિનહરીફ થયા બાદ આજે જોઈન્ટ સેક્રેટરી અને કારોબારીની ચૂંટણી યોજવામાં આવી હતી. જેનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે.
પ્રમુખ પદ માટે દિલીપભાઈ આર. અગેચણીયા, ઉપપ્રમુખ પદ માટે પારધી દીપકભાઈ વાલજીભાઈ, મહિલા રી-પ્રેઝન્ટેટિવ પદ માટે ખુશ્બુબેન યોગેશભાઈ કોઠારી, ટ્રેઝરર પદ માટે નિધિબેન ત્રિભોવનભાઈ વાધડીયા અને કારોબારી સભ્યમાં મહિલા અનામતમાં હેતલબેન ત્રિલોકભાઈ મહેશ્વરી, સેક્રેટરી પદ માટે ધ્રુમિલ કિશોરભાઈ ભીમાણી બિનહરીફ થયા હતા. જ્યારે આજની ચૂંટણીમાં 669માંથી 519 વકીલોએ મતદાન કર્યું હતું.
જોઈન્ટ સેક્રેટરીના પદ માટે 2 ઉમેદવાર અને કારોબારીના 4 પદ માટે 7 ઉમેદવારો મેદાને ઉતર્યા હતા. જેમાં જોઈન્ટ સેક્રેટરીના ઉમેદવાર અતુલભાઈ ડાભીને 196 મત સામે જીતેનભાઈને 299 મત મળ્યા છે. જ્યારે કારોબારીમાં ઘનશ્યામભાઈ આદ્રોજાને 299 મત, દેવીપ્રસાદ જોશીને 225, પ્રદીપભાઈ કંઝારિયાને 246, હુસેનભાઈ કટારીયાને 180, પ્રદીપભાઈ કાટીયાને 191, નીતિનભાઈ પાડલીયાને 218, યોગેશભાઈ પારેજીયાને 232 મત મળ્યા છે.
જ્યારે ચૂંટણીનું પરિણામ જાહેર થતા જોઈન્ટ સેક્રેટરી તરીકે જીતેન્દ્રભાઈ સોલંકી તેમજ કારોબારીમાં પ્રદીપભાઈ કંઝારીયા, યોગેશભાઈ પારેજીયા, દેવીપ્રસાદ જોશી, ઘનશ્યામભાઈ આદ્રોજા વિજેતા થયા છે.


 

(10:36 PM IST)